Hymn No. 9723
તમે ને તમે છો તમારી સૃષ્ટિના સૃષ્ટા, છીએ અમે અમારા વિચારોના પ્રણેતા
tamē nē tamē chō tamārī sr̥ṣṭinā sr̥ṣṭā, chīē amē amārā vicārōnā praṇētā
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19210
તમે ને તમે છો તમારી સૃષ્ટિના સૃષ્ટા, છીએ અમે અમારા વિચારોના પ્રણેતા
તમે ને તમે છો તમારી સૃષ્ટિના સૃષ્ટા, છીએ અમે અમારા વિચારોના પ્રણેતા
વિનવું છું તમને આવીને વસો આજ, અમારા વિચારોમાં તમે ને તમે
રહ્યા છુપાને છુપા, બતાવો ઉપાય અમને શોધવા ક્યાં તમને ને તમને
છીએ સર્જન અમે તો તમારું, છે માયા પણ સર્જન તમારું ને તમારું
કહેવા દો આજ તમને, તમારા સર્જનને નડે ને નડે છે તમારું સર્જન
નાચ નચાવ્યા તમારા માયાએ, અમારી સંગે કરી ફરિયાદ ક્યાંથી તમને
નથી કહી શક્તા તને દીન દયાળી, હોઈ ના શકે દીન સર્જન તારું
તોયે દીન દયાળી તને કહીએ, કરજે પરમ કૃપાળી તું માફ અમને
વસીશ જ્યાં આવી તું દિલમાં અમારા, આવી વસવા દેજે દિલમાં તારા અમને
કરવા નથી વર્ણન તારા, જોઈતી નથી અલગતાની ઓળખ અમને
જાણે છે તું જઈ શકવાની નથી, નજર બહાર તારી નજર બચાવીને
કર ના હવે રમત આવી તું, રાખ ના નજર તારી અમારાથી બચાવીને
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tamē nē tamē chō tamārī sr̥ṣṭinā sr̥ṣṭā, chīē amē amārā vicārōnā praṇētā
vinavuṁ chuṁ tamanē āvīnē vasō āja, amārā vicārōmāṁ tamē nē tamē
rahyā chupānē chupā, batāvō upāya amanē śōdhavā kyāṁ tamanē nē tamanē
chīē sarjana amē tō tamāruṁ, chē māyā paṇa sarjana tamāruṁ nē tamāruṁ
kahēvā dō āja tamanē, tamārā sarjananē naḍē nē naḍē chē tamāruṁ sarjana
nāca nacāvyā tamārā māyāē, amārī saṁgē karī phariyāda kyāṁthī tamanē
nathī kahī śaktā tanē dīna dayālī, hōī nā śakē dīna sarjana tāruṁ
tōyē dīna dayālī tanē kahīē, karajē parama kr̥pālī tuṁ māpha amanē
vasīśa jyāṁ āvī tuṁ dilamāṁ amārā, āvī vasavā dējē dilamāṁ tārā amanē
karavā nathī varṇana tārā, jōītī nathī alagatānī ōlakha amanē
jāṇē chē tuṁ jaī śakavānī nathī, najara bahāra tārī najara bacāvīnē
kara nā havē ramata āvī tuṁ, rākha nā najara tārī amārāthī bacāvīnē
|