1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19217
બંસરીના બજવૈયા અરે ઓ બંસરીના બજવૈયા (2)
બંસરીના બજવૈયા અરે ઓ બંસરીના બજવૈયા (2)
જાજે ભુલી ગોકુળ તારું ને તારા ગોવાળીયા
રચાવજે આજ એવા સૂર, બની જઈએ અમે તમારા ઓ સુંદીરવર શામળીયા
સાલવા ના દેશું ખોટ તને અમે, મળી લેજે તું અમને, સમજી લેજે તારા ગોવાળીયા
પોલી પોલી બંસરીમાંથી છેડયા સૂરો, એમાંથી એવા સાન ભાન અમારા ભુલાવ્યા
તારી બંસરીના મીઠા નાદે, દિલના તાર અમારા એમાં ઝણઝણાવ્યા –
બનાવજે હૈયાં અમારાં એવાં, થાય મન રાધાજીને એમાં આવી વસવા –
દિલને અમારા માનજે યમુનાનો તટ, ભાવને અમારા યમુનાનાં નીર એવાં –
ઝમકી ઊઠશે એમાં તારા પગના ઝાંઝરીયા, ઓ સુંદીરવર શામળિયા –
કરીએ આંખો બંધ તારી, બંસરીના નાદમાં, મન ચાહશે ના એમાંથી છટકવા
તારી માયામાં ખૂબ રમાડયા, છે ઇચ્છા અમારા ભાવમાં રમાડવા –
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
baṁsarīnā bajavaiyā arē ō baṁsarīnā bajavaiyā (2)
jājē bhulī gōkula tāruṁ nē tārā gōvālīyā
racāvajē āja ēvā sūra, banī jaīē amē tamārā ō suṁdīravara śāmalīyā
sālavā nā dēśuṁ khōṭa tanē amē, malī lējē tuṁ amanē, samajī lējē tārā gōvālīyā
pōlī pōlī baṁsarīmāṁthī chēḍayā sūrō, ēmāṁthī ēvā sāna bhāna amārā bhulāvyā
tārī baṁsarīnā mīṭhā nādē, dilanā tāra amārā ēmāṁ jhaṇajhaṇāvyā –
banāvajē haiyāṁ amārāṁ ēvāṁ, thāya mana rādhājīnē ēmāṁ āvī vasavā –
dilanē amārā mānajē yamunānō taṭa, bhāvanē amārā yamunānāṁ nīra ēvāṁ –
jhamakī ūṭhaśē ēmāṁ tārā paganā jhāṁjharīyā, ō suṁdīravara śāmaliyā –
karīē āṁkhō baṁdha tārī, baṁsarīnā nādamāṁ, mana cāhaśē nā ēmāṁthī chaṭakavā
tārī māyāmāṁ khūba ramāḍayā, chē icchā amārā bhāvamāṁ ramāḍavā –
|
|