|
View Original |
|
તારા નયનોના રે નર્તન કરાવે એ તો તારા દિલના દર્શન
હતું જે જે દિલમાં તારા, કહી દીધું ધીમે ધીમે નયનોએ તારા
કર્યા જીવનમાં તેં કેવાં કેવાં વર્તન, નથી એ તારા દિલના દર્શન
સાર છે જીવનના રે ઊંડા, કરાવે જીવનમાં નિતનવાં નર્તન
રાખી ના શકયો છુપા દિલના ભાવો, તારા મળ્યા નયનોમાં દર્શન
છે અરીસો એ તારા દિલનો, દિલના કરાવે એ તો નિત્ય દર્શન
આવશે ના પરિર્વતન દિલમાં તારા, નહીં રહે છુપા તારા દર્શન
સમજીને આ લાવ દિલમાં તારા જીવનમાં તારા પરિવર્તન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)