Hymn No. 5785
વિશ્વભરને વ્હાલથી તારી નીરખતી આંખોમાં મને આજ જોવા દે
viśvabharanē vhālathī tārī nīrakhatī āṁkhōmāṁ manē āja jōvā dē
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19288
વિશ્વભરને વ્હાલથી તારી નીરખતી આંખોમાં મને આજ જોવા દે
વિશ્વભરને વ્હાલથી તારી નીરખતી આંખોમાં મને આજ જોવા દે
મારી ઇચ્છાઓના એંધાણ મને, આજ એમાંથી ગોતવા દે
અમીઝરતી એ આંખડીમાંથી અમીરસ, આજ મને પીવા દે
યુગો યુગોની વિસ્મૃતિના તાંતણા, મને આજ એમાં ગોતવા દે
યુગો યુગોથી ખોવાયેલા જન્મોનાં સંભારણાં, આજ એમાં ગોતવા દે
પ્રેમના પીયુષ પીને આજ મને, પ્રેમના તાંતણાં નવા બાંધવા દે
આનંદે છલકાતા એવા આનંદ સાગરમાં, આજ મને નહાવા દે
તને તારું ભાન ભુલાવવા પહેલાં, મને મારું ભાન ભૂલવા દે
વિશ્વભરના વ્યાપક રંગે રંગાયેલી આંખોમાંથી, વ્યાપકતા ઝીલવા દે
તારી આંખમાંથી ઝરતાં અનોખા તેજને, આજ મને ઝીલવા દે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
viśvabharanē vhālathī tārī nīrakhatī āṁkhōmāṁ manē āja jōvā dē
mārī icchāōnā ēṁdhāṇa manē, āja ēmāṁthī gōtavā dē
amījharatī ē āṁkhaḍīmāṁthī amīrasa, āja manē pīvā dē
yugō yugōnī vismr̥tinā tāṁtaṇā, manē āja ēmāṁ gōtavā dē
yugō yugōthī khōvāyēlā janmōnāṁ saṁbhāraṇāṁ, āja ēmāṁ gōtavā dē
prēmanā pīyuṣa pīnē āja manē, prēmanā tāṁtaṇāṁ navā bāṁdhavā dē
ānaṁdē chalakātā ēvā ānaṁda sāgaramāṁ, āja manē nahāvā dē
tanē tāruṁ bhāna bhulāvavā pahēlāṁ, manē māruṁ bhāna bhūlavā dē
viśvabharanā vyāpaka raṁgē raṁgāyēlī āṁkhōmāṁthī, vyāpakatā jhīlavā dē
tārī āṁkhamāṁthī jharatāṁ anōkhā tējanē, āja manē jhīlavā dē
|
|