|
View Original |
|
નથી કાંઈ બહેરી, નથી કાંઈ બોબડી, નથી કાને કોઈ ધાક
નથી કાચુ એને આંખનું, નથી કાંઈ મોતિયો કે કાંઈ ઝાંખ
અખીલ બ્રહ્માંડની માવડી, જગદંબા તો જેનું નામ
એક હાંકે, હાંકે બ્રહ્માંડને, નવખંડમાં એનું નામ
અણુએ અણુએ જેનો વાસ છે, જેની શક્તિ છે અમાપ
ઘડી ઘડી એને શું કહીએ, મૂર્ખા બનીને આપ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)