Hymn No. 4901 | Date: 23-Aug-1993
હારને હાર તરીકે સ્વીકારી ના શક્યું રે મન, આશરો મારે બહાનાનો શોધવું પડયું
hāranē hāra tarīkē svīkārī nā śakyuṁ rē mana, āśarō mārē bahānānō śōdhavuṁ paḍayuṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1993-08-23
1993-08-23
1993-08-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=401
હારને હાર તરીકે સ્વીકારી ના શક્યું રે મન, આશરો મારે બહાનાનો શોધવું પડયું
હારને હાર તરીકે સ્વીકારી ના શક્યું રે મન, આશરો મારે બહાનાનો શોધવું પડયું
પ્રસંગોને પાત્રો રહ્યાં બદલાતા રે જીવનમાં, જીવન યુદ્ધ તો ચાલતું ને ચાલતું રહ્યું
એકવાર લીધું શરણું જ્યાં બહાનાનું, પ્રસંગે પ્રસંગે, લેવા એ તો લલચાતું ગયું
હાર જીતના રે પાસા જીવનમાં બદલાતા રહ્યાં, જીવનમાં બંનેને તો સ્વીકારવું રહ્યું
લીધું એકવાર શરણું જ્યાં બહાનાનું, મન એમાંને એમાં, નબળું તો પડતું ગયું
સહનશક્તિ ને ધીરજના સાથ છૂટતાં ગયા, વર્ચસ્વ જ્યાં બહાનાનું તો સ્થપાતું ગયું
નબળાઈને ઢાંકવાને ઢાંકવા મન તો, બહાનાને બહાનાનો સાથ તો લેતું ગયું
સ્વીકારી ના શક્યા ખેલ દિલીથી, હાર જીવનમાં જ્યાં, નુકસાન જીવનમાં સહન કરવું પડયું
જીત ચાહે છે સહુ તો જીવનમાં, મનને હારને માટે તૈયાર તો રાખવું રહ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hāranē hāra tarīkē svīkārī nā śakyuṁ rē mana, āśarō mārē bahānānō śōdhavuṁ paḍayuṁ
prasaṁgōnē pātrō rahyāṁ badalātā rē jīvanamāṁ, jīvana yuddha tō cālatuṁ nē cālatuṁ rahyuṁ
ēkavāra līdhuṁ śaraṇuṁ jyāṁ bahānānuṁ, prasaṁgē prasaṁgē, lēvā ē tō lalacātuṁ gayuṁ
hāra jītanā rē pāsā jīvanamāṁ badalātā rahyāṁ, jīvanamāṁ baṁnēnē tō svīkāravuṁ rahyuṁ
līdhuṁ ēkavāra śaraṇuṁ jyāṁ bahānānuṁ, mana ēmāṁnē ēmāṁ, nabaluṁ tō paḍatuṁ gayuṁ
sahanaśakti nē dhīrajanā sātha chūṭatāṁ gayā, varcasva jyāṁ bahānānuṁ tō sthapātuṁ gayuṁ
nabalāīnē ḍhāṁkavānē ḍhāṁkavā mana tō, bahānānē bahānānō sātha tō lētuṁ gayuṁ
svīkārī nā śakyā khēla dilīthī, hāra jīvanamāṁ jyāṁ, nukasāna jīvanamāṁ sahana karavuṁ paḍayuṁ
jīta cāhē chē sahu tō jīvanamāṁ, mananē hāranē māṭē taiyāra tō rākhavuṁ rahyuṁ
|