1993-08-28
1993-08-28
1993-08-28
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=407
અપરાધીને અપરાધી છું રે પ્રભુ, હું તો તારો ને તારો રે અપરાધી

કર્યા ને કરતો રહ્યો અપરાધો ઘણાં, ગયો ના દિન એમાં તો ખાલી
પુણ્યની રાહ ચૂકી ગયો જીવનમાં, થઈ ગયો જીવનમાં એમાં તો હું પાપી
દુઃખ દર્દ જીવનમાં ગળે એટલું વળગાડી, ગયો તને એમાં હું તો વીસરી
પ્રેમભર્યાં સંદેશાઓ તારા, ગયો એમાં ને એમાં હું તો અવગણી
કરી સદા સુખની ઝંખના જીવનમાં, ના એને શક્યો હું તો પામી
જીવનમાં માયામાં સુખ હું શોધતો રહ્યો, છે તું સુખસાગર ગયો એ હું ભૂલી
ભવોભવ ભટક્યો તોયે ના સમજ્યો, ફરી એજ રમત રહ્યો હું તો માંડી
કરવા ટાણે પાછો હટયો, મનને કાબૂમાં તો ના હું તો શક્યો રાખી
નીકળ્યો પામવા તને રે પ્રભુ, પાછા ભવોભવના ફેરા લઈ બેઠો બાંધી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
aparādhīnē aparādhī chuṁ rē prabhu, huṁ tō tārō nē tārō rē aparādhī
karyā nē karatō rahyō aparādhō ghaṇāṁ, gayō nā dina ēmāṁ tō khālī
puṇyanī rāha cūkī gayō jīvanamāṁ, thaī gayō jīvanamāṁ ēmāṁ tō huṁ pāpī
duḥkha darda jīvanamāṁ galē ēṭaluṁ valagāḍī, gayō tanē ēmāṁ huṁ tō vīsarī
prēmabharyāṁ saṁdēśāō tārā, gayō ēmāṁ nē ēmāṁ huṁ tō avagaṇī
karī sadā sukhanī jhaṁkhanā jīvanamāṁ, nā ēnē śakyō huṁ tō pāmī
jīvanamāṁ māyāmāṁ sukha huṁ śōdhatō rahyō, chē tuṁ sukhasāgara gayō ē huṁ bhūlī
bhavōbhava bhaṭakyō tōyē nā samajyō, pharī ēja ramata rahyō huṁ tō māṁḍī
karavā ṭāṇē pāchō haṭayō, mananē kābūmāṁ tō nā huṁ tō śakyō rākhī
nīkalyō pāmavā tanē rē prabhu, pāchā bhavōbhavanā phērā laī bēṭhō bāṁdhī
|
|