Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5121 | Date: 15-Jan-1994
સ્વાર્થના સોદામાં કોઈ ઉદારતા નથી, સ્વાર્થ પીઠમાં ઘા માર્યા વિના રહેતો નથી
Svārthanā sōdāmāṁ kōī udāratā nathī, svārtha pīṭhamāṁ ghā māryā vinā rahētō nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5121 | Date: 15-Jan-1994

સ્વાર્થના સોદામાં કોઈ ઉદારતા નથી, સ્વાર્થ પીઠમાં ઘા માર્યા વિના રહેતો નથી

  No Audio

svārthanā sōdāmāṁ kōī udāratā nathī, svārtha pīṭhamāṁ ghā māryā vinā rahētō nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1994-01-15 1994-01-15 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=621 સ્વાર્થના સોદામાં કોઈ ઉદારતા નથી, સ્વાર્થ પીઠમાં ઘા માર્યા વિના રહેતો નથી સ્વાર્થના સોદામાં કોઈ ઉદારતા નથી, સ્વાર્થ પીઠમાં ઘા માર્યા વિના રહેતો નથી

કીર્તિના મેદાનમાં દાન ધોવાયા વિના રહેતું નથી, સ્વાર્થભર્યા દાનમાં ગુમાવ્યા વિના રહેવાતું નથી

સંપ અને મનમેળ હોય જ્યાં, સુખનું ધામ બન્યા વિના એ રહેવાનું નથી

ઊછળતા મહાસાગરના રે જળમાં, મોજાંની તો ગણતરી તો થાતી નથી

આશાઓ તો જ્યાં બદલાતી ને બદલાતી જાશે, પ્રેમ તો ત્યાં કાંઈ ટકતો નથી

સૂર્ય તો કિરણો જગમાં ફેલાવી રહ્યો છે, કિરણોની ગણતરી કાંઈ રાખતો નથી

સંતો સહજપણે સત્કર્મો કરતા રહે છે, ગણતરી એની તો એ રાખતા નથી

મોહના પાશમાં લેવાયેલા નિર્ણયોમાં, ભલીવાર એમાં તો કાંઈ હોતી નથી

જીવનમાં નીતિનાં પગથિયાં જે ચૂક્યાં, જીવનની ગતિમાં પડયા વિના રહેતા નથી

ક્રોધના રવાડે ચડયા જે જીવનમાં, પોતાનું કે અન્યનું અહિત કર્યાં વિના રહેતા નથી

હૈયાના વિશુદ્ધ ભાવોમાં, પ્રભુને પીગળાવ્યા વિના એ તો રહેવાના નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

svārthanā sōdāmāṁ kōī udāratā nathī, svārtha pīṭhamāṁ ghā māryā vinā rahētō nathī

kīrtinā mēdānamāṁ dāna dhōvāyā vinā rahētuṁ nathī, svārthabharyā dānamāṁ gumāvyā vinā rahēvātuṁ nathī

saṁpa anē manamēla hōya jyāṁ, sukhanuṁ dhāma banyā vinā ē rahēvānuṁ nathī

ūchalatā mahāsāgaranā rē jalamāṁ, mōjāṁnī tō gaṇatarī tō thātī nathī

āśāō tō jyāṁ badalātī nē badalātī jāśē, prēma tō tyāṁ kāṁī ṭakatō nathī

sūrya tō kiraṇō jagamāṁ phēlāvī rahyō chē, kiraṇōnī gaṇatarī kāṁī rākhatō nathī

saṁtō sahajapaṇē satkarmō karatā rahē chē, gaṇatarī ēnī tō ē rākhatā nathī

mōhanā pāśamāṁ lēvāyēlā nirṇayōmāṁ, bhalīvāra ēmāṁ tō kāṁī hōtī nathī

jīvanamāṁ nītināṁ pagathiyāṁ jē cūkyāṁ, jīvananī gatimāṁ paḍayā vinā rahētā nathī

krōdhanā ravāḍē caḍayā jē jīvanamāṁ, pōtānuṁ kē anyanuṁ ahita karyāṁ vinā rahētā nathī

haiyānā viśuddha bhāvōmāṁ, prabhunē pīgalāvyā vinā ē tō rahēvānā nathī
Scan Image

Gujarati Bhajan no. 5121 by Satguru Devendra Ghia - Kaka
First...511951205121...Last