Hymn No. 4564 | Date: 07-Mar-1993
રે માડી તું ક્યાંય દેખાતી નથી, દેખાતી નથી, તોયે તારા વિના અમને ક્યાંય ચેન નથી
rē māḍī tuṁ kyāṁya dēkhātī nathī, dēkhātī nathī, tōyē tārā vinā amanē kyāṁya cēna nathī
કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)
1993-03-07
1993-03-07
1993-03-07
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=64
રે માડી તું ક્યાંય દેખાતી નથી, દેખાતી નથી, તોયે તારા વિના અમને ક્યાંય ચેન નથી
રે માડી તું ક્યાંય દેખાતી નથી, દેખાતી નથી, તોયે તારા વિના અમને ક્યાંય ચેન નથી
સુખના સપના તો અમને આવ્યા કરે, તારી કૃપા વિના રે માડી, પૂરાં એ તો થાતા નથી
રહેવું છે જગમાં ને જીવવું છે જગમાં, રાહ જીવનની સાચી, અમને તો સૂઝતી નથી
કરતા ને કરતા રહીએ અમે રે જીવનમાં, છીએ થાક્યા અમે, ખબર અમને એની પડતી નથી
તારા તેજે તેજે તો જગ સારું પ્રકાશે, ક્યાંય તોયે તું તો માડી, જગમાં દેખાતી નથી
કરતા ને કરતા રહીએ નામ યાદ અમે તમારું, દર્શન તારા તોયે માડી અમને થાતા નથી
દુઃખ દર્દમાં ખૂબ યાદ આવે રે તું તો, ગોતવી જગમાં તને તો કયાં, એ તો સમજાતું નથી
રહેવું છે બે દિન તો જગમાં ને જગમાં, આશા જગની હૈયેથી અમારા, તોયે છૂટતી નથી
જાગે ઇચ્છા અમને તારી પાસે રહેવાની, તારી પાસે રે માડી અમારાથી પહોંચાતું નથી
કર કૃપા હવે તો તું રે માડી, તારી કૃપા વિના રે માડી, એ તો કાંઈ બનવાનું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rē māḍī tuṁ kyāṁya dēkhātī nathī, dēkhātī nathī, tōyē tārā vinā amanē kyāṁya cēna nathī
sukhanā sapanā tō amanē āvyā karē, tārī kr̥pā vinā rē māḍī, pūrāṁ ē tō thātā nathī
rahēvuṁ chē jagamāṁ nē jīvavuṁ chē jagamāṁ, rāha jīvananī sācī, amanē tō sūjhatī nathī
karatā nē karatā rahīē amē rē jīvanamāṁ, chīē thākyā amē, khabara amanē ēnī paḍatī nathī
tārā tējē tējē tō jaga sāruṁ prakāśē, kyāṁya tōyē tuṁ tō māḍī, jagamāṁ dēkhātī nathī
karatā nē karatā rahīē nāma yāda amē tamāruṁ, darśana tārā tōyē māḍī amanē thātā nathī
duḥkha dardamāṁ khūba yāda āvē rē tuṁ tō, gōtavī jagamāṁ tanē tō kayāṁ, ē tō samajātuṁ nathī
rahēvuṁ chē bē dina tō jagamāṁ nē jagamāṁ, āśā jaganī haiyēthī amārā, tōyē chūṭatī nathī
jāgē icchā amanē tārī pāsē rahēvānī, tārī pāsē rē māḍī amārāthī pahōṁcātuṁ nathī
kara kr̥pā havē tō tuṁ rē māḍī, tārī kr̥pā vinā rē māḍī, ē tō kāṁī banavānuṁ nathī
|