Hymn No. 5223 | Date: 24-Apr-1994
દૂભવ્યાં હશે હૈયાં જો જીવનમાં, હૈયું તમારું તો કોઈ દૂભવી જાશે
dūbhavyāṁ haśē haiyāṁ jō jīvanamāṁ, haiyuṁ tamāruṁ tō kōī dūbhavī jāśē
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1994-04-24
1994-04-24
1994-04-24
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=723
દૂભવ્યાં હશે હૈયાં જો જીવનમાં, હૈયું તમારું તો કોઈ દૂભવી જાશે
દૂભવ્યાં હશે હૈયાં જો જીવનમાં, હૈયું તમારું તો કોઈ દૂભવી જાશે
કર્યું હશે જેવું જીવનમાં, પામશો એવું, નિયમ એ તો સાર્થક બનશે
જગમાં સમય પર તો ફળ પાકે, સમય પર તો કર્મ ફળ પાકતાં જાશે
નિષ્ફળ જાતાં નથી કોઈ કર્મો, કોઈ ને કોઈ ફળ એનાં મળતાં તો રહેશે
કોઈ ફળ પાકશે તો જલદી, તો કોઈ ફળ પાકતાં સમય તો લાગશે
આ કર્મમય જગતમાં, સહુ કર્મ ને કર્મ જીવનમાં તો કરતા ને કરતા રહેશે
સહુએ કર્મો તો ભોગવવાં ને ભોગવવાં પડશે, ના એમાંથી કોઈથી છટકાશે
કરી કોશિશો સહુએ કર્મોથી બચવા, ના કોઈથી એમાંથી બચી શકાશે
છેલ્લા શ્વાસો સુધી જગમાં તો, કર્મો ને કર્મો સહુથી તો થાતાં રહેશે
છે જગમાં તો આ સહુની કથની, ના કોઈની આમાં તો જુદી પડશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dūbhavyāṁ haśē haiyāṁ jō jīvanamāṁ, haiyuṁ tamāruṁ tō kōī dūbhavī jāśē
karyuṁ haśē jēvuṁ jīvanamāṁ, pāmaśō ēvuṁ, niyama ē tō sārthaka banaśē
jagamāṁ samaya para tō phala pākē, samaya para tō karma phala pākatāṁ jāśē
niṣphala jātāṁ nathī kōī karmō, kōī nē kōī phala ēnāṁ malatāṁ tō rahēśē
kōī phala pākaśē tō jaladī, tō kōī phala pākatāṁ samaya tō lāgaśē
ā karmamaya jagatamāṁ, sahu karma nē karma jīvanamāṁ tō karatā nē karatā rahēśē
sahuē karmō tō bhōgavavāṁ nē bhōgavavāṁ paḍaśē, nā ēmāṁthī kōīthī chaṭakāśē
karī kōśiśō sahuē karmōthī bacavā, nā kōīthī ēmāṁthī bacī śakāśē
chēllā śvāsō sudhī jagamāṁ tō, karmō nē karmō sahuthī tō thātāṁ rahēśē
chē jagamāṁ tō ā sahunī kathanī, nā kōīnī āmāṁ tō judī paḍaśē
|