1994-04-26
1994-04-26
1994-04-26
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=729
એ કાંઈ ચાલવાનું નથી, એ તો કાંઈ ચાલવાનું નથી
એ કાંઈ ચાલવાનું નથી, એ તો કાંઈ ચાલવાનું નથી
ભૂલીને જીવનમાં જીવનની વાસ્તવિકતા, જીવનમાં જીવાવાનું નથી
પડશે દેવા રે તાલ જીવનમાં જીવનની સાથે, એના વિના ચાલવાનું નથી
સાથ દેવા ને લેવા પડશે જીવનમાં, એના વિના જીવનમાં રહેવાવાનું નથી
શંકા ને ડર જાગશે જીવનમાં, કરી આંખ-મીંચામણાં એમાં કાંઈ ચાલવાનું નથી
ધડકે છે દિલ સહુનું જીવનમાં, ધડકન એની ઝીલ્યા વિના ચાલવાનું નથી
નીકળ્યા છીએ મંઝિલ પહોંચવા, અધવચ્ચે રોકાવાનું તો ચાલવાનું નથી
થાશે ના સહન દર્દ તો દિલમાં જ્યાં, દિલ ખાલી કર્યાં વિના ચાલવાનું નથી
વધવું હશે જીવનમાં જો આગળ, ભૂલો સુધાર્યા વિના જીવનમાં ચાલવાનું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ē kāṁī cālavānuṁ nathī, ē tō kāṁī cālavānuṁ nathī
bhūlīnē jīvanamāṁ jīvananī vāstavikatā, jīvanamāṁ jīvāvānuṁ nathī
paḍaśē dēvā rē tāla jīvanamāṁ jīvananī sāthē, ēnā vinā cālavānuṁ nathī
sātha dēvā nē lēvā paḍaśē jīvanamāṁ, ēnā vinā jīvanamāṁ rahēvāvānuṁ nathī
śaṁkā nē ḍara jāgaśē jīvanamāṁ, karī āṁkha-mīṁcāmaṇāṁ ēmāṁ kāṁī cālavānuṁ nathī
dhaḍakē chē dila sahunuṁ jīvanamāṁ, dhaḍakana ēnī jhīlyā vinā cālavānuṁ nathī
nīkalyā chīē maṁjhila pahōṁcavā, adhavaccē rōkāvānuṁ tō cālavānuṁ nathī
thāśē nā sahana darda tō dilamāṁ jyāṁ, dila khālī karyāṁ vinā cālavānuṁ nathī
vadhavuṁ haśē jīvanamāṁ jō āgala, bhūlō sudhāryā vinā jīvanamāṁ cālavānuṁ nathī
|
|