1994-06-16
1994-06-16
1994-06-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=828
રહી મૂકી ખોટી જગ્યાએ તો એકડા, રહ્યો છે માનવ, વધારતો સંખ્યા

વધારી વધારીને સંખ્યા, રહ્યો છે રે માનવ, ઊભા કરતો રે ગોટાળા
પણ પ્રભુના રાજમાં રે (2) એક ને એક તો બે જ થાય છે
ઘૂંટી ઘૂંટી માયાના એકડા જીવનમાં, રહ્યા વધારતા એમાં તો સંખ્યા
શૂન્યને હુંકારથી લંબાવી બનાવી એકડા, રહ્યા સંખ્યા ઊભી કરતા
અનન્ય કૃપા જાગે જ્યાં પ્રભુની, પ્રભુના એકડા, એકડા એ મળી જાતા
કરી દે સંખ્યા પાછી ઊભી એ શૂન્યમાંથી, એ અહંમાંથી ઊભી કરતા રહ્યા સંખ્યા
મૂકી મૂકી એકડા ખોટી જગ્યાએ, વધારી સંખ્યા, માનવ તો દુઃખી થાતા
પોતાની ઊભી કરેલી જોઈને સંખ્યા, રહ્યા માનવ એમાં તો ગભરાતા
અટકી જાશે માનવ મૂકતા ખોટી જગ્યાએ એકડા, થઈ જાશે ઓછી સંખ્યા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahī mūkī khōṭī jagyāē tō ēkaḍā, rahyō chē mānava, vadhāratō saṁkhyā
vadhārī vadhārīnē saṁkhyā, rahyō chē rē mānava, ūbhā karatō rē gōṭālā
paṇa prabhunā rājamāṁ rē (2) ēka nē ēka tō bē ja thāya chē
ghūṁṭī ghūṁṭī māyānā ēkaḍā jīvanamāṁ, rahyā vadhāratā ēmāṁ tō saṁkhyā
śūnyanē huṁkārathī laṁbāvī banāvī ēkaḍā, rahyā saṁkhyā ūbhī karatā
ananya kr̥pā jāgē jyāṁ prabhunī, prabhunā ēkaḍā, ēkaḍā ē malī jātā
karī dē saṁkhyā pāchī ūbhī ē śūnyamāṁthī, ē ahaṁmāṁthī ūbhī karatā rahyā saṁkhyā
mūkī mūkī ēkaḍā khōṭī jagyāē, vadhārī saṁkhyā, mānava tō duḥkhī thātā
pōtānī ūbhī karēlī jōīnē saṁkhyā, rahyā mānava ēmāṁ tō gabharātā
aṭakī jāśē mānava mūkatā khōṭī jagyāē ēkaḍā, thaī jāśē ōchī saṁkhyā
|