1994-09-12
1994-09-12
1994-09-12
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=979
નીકળ્યા છીએ મુક્તિપંથે ચાલવા, રહ્યા તોય ખોદતા ખાઈઓ કર્મની ઊંડી

રહ્યા એમાં અનેક બેડીઓમાં જકડાતા, કરતા રહ્યા બેડીઓ નવી નવી ઊભી
બેડી એ તો બેડી રહેવાની, હોય ભલે જીવનમાં એ તો સોને મઢેલી
જકડી રાખશે પગ એ તો તારા, પડશે મુશ્કેલી એમાં તો પંથે ચાલવાની
નથી કોઈ બેડીમાં સુખ તો ભર્યું, દેખાશે સુખ જો એમાં, હશે એ નજરની ખામી
રહીશ જકડાયેલો ને જકડાયેલો એમાં તો તું, થાશે આશા મુક્તિની એમાં ધૂળધાણી
સુખની રે શૈયા, હશે એ તો સુંવાળી, જોજે રે જીવનમાં દે ના તને એ બાંધી
મેળવી મેળવી જગમાં રે બધું, રાખજે સદાયે તું, છોડવાની એની રે તૈયારી
કર્યું ભેગું હોય જો, છે એ કર્મની જવાબદારી, ત્યાગવું એને છે તારી મુક્તિની જવાબદારી
ભાવો પ્રભુમાં જગાવજે રે સાચા, રાખજે હૈયામાં તો ભાવની રે પથારી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nīkalyā chīē muktipaṁthē cālavā, rahyā tōya khōdatā khāīō karmanī ūṁḍī
rahyā ēmāṁ anēka bēḍīōmāṁ jakaḍātā, karatā rahyā bēḍīō navī navī ūbhī
bēḍī ē tō bēḍī rahēvānī, hōya bhalē jīvanamāṁ ē tō sōnē maḍhēlī
jakaḍī rākhaśē paga ē tō tārā, paḍaśē muśkēlī ēmāṁ tō paṁthē cālavānī
nathī kōī bēḍīmāṁ sukha tō bharyuṁ, dēkhāśē sukha jō ēmāṁ, haśē ē najaranī khāmī
rahīśa jakaḍāyēlō nē jakaḍāyēlō ēmāṁ tō tuṁ, thāśē āśā muktinī ēmāṁ dhūladhāṇī
sukhanī rē śaiyā, haśē ē tō suṁvālī, jōjē rē jīvanamāṁ dē nā tanē ē bāṁdhī
mēlavī mēlavī jagamāṁ rē badhuṁ, rākhajē sadāyē tuṁ, chōḍavānī ēnī rē taiyārī
karyuṁ bhēguṁ hōya jō, chē ē karmanī javābadārī, tyāgavuṁ ēnē chē tārī muktinī javābadārī
bhāvō prabhumāṁ jagāvajē rē sācā, rākhajē haiyāmāṁ tō bhāvanī rē pathārī
|