1996-05-28
1996-05-28
1996-05-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12259
જીવનમાં શાંતિ જેને જોઈતી નથી, જીવનમાં શાંતિ એને મળતી નથી

હરી લે છે અન્યની શાંતિ જે જીવનમાં, જીવનમાં શાંતિ એને મળતી નથી
અર્થના અનર્થ કાઢયા કરે જે જીવનમાં, પાણીમાંથી પોદા કાઢયા વિના રહેતા નથી
નમવા માટે જીવનમાં જે તૈયાર નથી, અન્યને નમાવવાનો ઉદ્યોગ બંધ કર્યો નથી
પ્રેમથી તો દૂરને દૂર રહ્યો જે જીવનમાં, અન્યને પ્રેમ તો જેણે આપ્યો નથી
તેરી પર મેરી, રહે જીવનમાં જે કરતા ને કરતા, શાંતિ જીવનમાં એને મળતી નથી
સંઘર્ષમાં વીત્યું છે જીવન જેનું, જીવનમાં તો જ્યાં એ તૂટયા વિના રહ્યાં નથી
કામ, ક્રોધ અને અન્ય વિકારો, જીવનમાં તો જેણે કાબૂમાં રાખ્યા નથી
અવગુણોને અવગુણોમાં રાચીને જીવનમાં, અવગુણોની અવહેલના કર્યા વિના રહ્યાં નથી
સ્વત્વ જીવનમાં તો જેણે જગાવ્યું નથી, નિરાશા વિનાનું ગાણું જેણે ગાયું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvanamāṁ śāṁti jēnē jōītī nathī, jīvanamāṁ śāṁti ēnē malatī nathī
harī lē chē anyanī śāṁti jē jīvanamāṁ, jīvanamāṁ śāṁti ēnē malatī nathī
arthanā anartha kāḍhayā karē jē jīvanamāṁ, pāṇīmāṁthī pōdā kāḍhayā vinā rahētā nathī
namavā māṭē jīvanamāṁ jē taiyāra nathī, anyanē namāvavānō udyōga baṁdha karyō nathī
prēmathī tō dūranē dūra rahyō jē jīvanamāṁ, anyanē prēma tō jēṇē āpyō nathī
tērī para mērī, rahē jīvanamāṁ jē karatā nē karatā, śāṁti jīvanamāṁ ēnē malatī nathī
saṁgharṣamāṁ vītyuṁ chē jīvana jēnuṁ, jīvanamāṁ tō jyāṁ ē tūṭayā vinā rahyāṁ nathī
kāma, krōdha anē anya vikārō, jīvanamāṁ tō jēṇē kābūmāṁ rākhyā nathī
avaguṇōnē avaguṇōmāṁ rācīnē jīvanamāṁ, avaguṇōnī avahēlanā karyā vinā rahyāṁ nathī
svatva jīvanamāṁ tō jēṇē jagāvyuṁ nathī, nirāśā vinānuṁ gāṇuṁ jēṇē gāyuṁ nathī
|