1996-08-28
1996-08-28
1996-08-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12354
ગરજવાન જીવનમાં ગોથાં ખાય, મક્કમતા જીવનમાં તો એ મેળવી જાય

સ્થિરતાના તો કરવા કેટલાં વખાણ, અસ્થિર જીવનમાં તો ગુમાવતા જાય
ડહાપણને આવકારે તો સહુ સદાય, દોઢડહાપણ તોફાન જગાવી જાય
ઇશારામાં જે સમજી જાય, શાણો એ કહેવાય, શાણાથી પણ ના સમજે, કેવાં કહેવાય
વાંચ્યા થોથા ઘણાં, સમજમાં આવ્યું ના જરાય, રહી જાશે એવાંને એવાં એ ત્યાંય
જીવનમાં દર્દ જ્યાં ના પરખાય, જીવનનું દર્દ તો, ક્યાંથી એ દૂર થાય
ગાંઠે બાંધી મૂડી, જીવનમાં જ્યાં એ ચોરાય જાય, જીવનમાં કેમ કરીને એ પોસાય
ખારા જળનું માછલું, પ્રેમથી એમાં તો એ નહાય, મીઠા જળમાં તો એ ગૂંગળાઈ જાય
કપડું ગયું હોય જો ફાટી, દોરો લઈ સંધાય, દુઃખના આભ હોય ફાટયા, કેમે એ સંધાય
પ્રેમથી નમે સંસાર તો સદાય, પ્રેમ તો જીવનમાં પ્રભુને પણ નમાવી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
garajavāna jīvanamāṁ gōthāṁ khāya, makkamatā jīvanamāṁ tō ē mēlavī jāya
sthiratānā tō karavā kēṭalāṁ vakhāṇa, asthira jīvanamāṁ tō gumāvatā jāya
ḍahāpaṇanē āvakārē tō sahu sadāya, dōḍhaḍahāpaṇa tōphāna jagāvī jāya
iśārāmāṁ jē samajī jāya, śāṇō ē kahēvāya, śāṇāthī paṇa nā samajē, kēvāṁ kahēvāya
vāṁcyā thōthā ghaṇāṁ, samajamāṁ āvyuṁ nā jarāya, rahī jāśē ēvāṁnē ēvāṁ ē tyāṁya
jīvanamāṁ darda jyāṁ nā parakhāya, jīvananuṁ darda tō, kyāṁthī ē dūra thāya
gāṁṭhē bāṁdhī mūḍī, jīvanamāṁ jyāṁ ē cōrāya jāya, jīvanamāṁ kēma karīnē ē pōsāya
khārā jalanuṁ māchaluṁ, prēmathī ēmāṁ tō ē nahāya, mīṭhā jalamāṁ tō ē gūṁgalāī jāya
kapaḍuṁ gayuṁ hōya jō phāṭī, dōrō laī saṁdhāya, duḥkhanā ābha hōya phāṭayā, kēmē ē saṁdhāya
prēmathī namē saṁsāra tō sadāya, prēma tō jīvanamāṁ prabhunē paṇa namāvī jāya
|