ડર તો હૈયે સદાય જેને ભર્યો રહે
સુખ તો સદા, એનાથી દોઢ ગાંવ દૂર રહે
પળે-પળે ક્રોધમાં સદા જે જલતો રહે - સુખ...
વેર તો હૈયે સદાય જેના, સળગતું રહે - સુખ...
કામવાસનાથી હૈયું જેનું સદા, ભર્યું રહે - સુખ...
લાલસાથી હૈયું જેનું સદા, રગદોળાઈ રહે - સુખ...
પુણ્યથી તો જે સદા ભાગતો રહે - સુખ...
માયામાં હૈયું જેનું, ભર્યું-ભર્યું રહે - સુખ...
હિંસામાં હૈયું જેનું સદા લપેટાઈ રહે - સુખ...
ઈર્ષ્યામાં આંખો જેની સદા જલતી રહે - સુખ...
સંયમ ને તપથી સદા જે વંચિત રહે - સુખ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)