1988-12-28
1988-12-28
1988-12-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13109
અંગ અંગ ચીવટાઈથી ધૂએ, ધૂએ ના મન, રાખી ચીવટાઈ
અંગ અંગ ચીવટાઈથી ધૂએ, ધૂએ ના મન, રાખી ચીવટાઈ
ચીવટાઈથી મન જે ધૂએ, થઈ જાયે રે બેડો એનો પાર
દઈ, દઈ, રાખે ભાવના બદલાની, દીધું બધું તો ધોવાઈ જાય
બદલાના ભાવ વિના જો દેવાય, દીધું એ તો સાર્થક થઈ જાય
ભજન પૂજનમાં અપેક્ષા જો જાગી જાય, મન અપેક્ષામાં તો તણાય
કરેલા ભજન ને પૂજનને તો એ અધૂરું બનાવી જાય
સબંધ જો ખાલી લેણદેણથી રહે, લેણદેણથી તો એ પતી જાય
વિના અપેક્ષાએ, સબંધ જે રહે, શાશ્વત તો એ બંધાય
પ્રભુ ના માગે, એ તો દેતો રે આવે, યાદ સહુ એને કરતું જાય
એના જેટલું ના થઈ શકે ભલે, તોય નજદીક તો પહોંચાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
અંગ અંગ ચીવટાઈથી ધૂએ, ધૂએ ના મન, રાખી ચીવટાઈ
ચીવટાઈથી મન જે ધૂએ, થઈ જાયે રે બેડો એનો પાર
દઈ, દઈ, રાખે ભાવના બદલાની, દીધું બધું તો ધોવાઈ જાય
બદલાના ભાવ વિના જો દેવાય, દીધું એ તો સાર્થક થઈ જાય
ભજન પૂજનમાં અપેક્ષા જો જાગી જાય, મન અપેક્ષામાં તો તણાય
કરેલા ભજન ને પૂજનને તો એ અધૂરું બનાવી જાય
સબંધ જો ખાલી લેણદેણથી રહે, લેણદેણથી તો એ પતી જાય
વિના અપેક્ષાએ, સબંધ જે રહે, શાશ્વત તો એ બંધાય
પ્રભુ ના માગે, એ તો દેતો રે આવે, યાદ સહુ એને કરતું જાય
એના જેટલું ના થઈ શકે ભલે, તોય નજદીક તો પહોંચાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
aṁga aṁga cīvaṭāīthī dhūē, dhūē nā mana, rākhī cīvaṭāī
cīvaṭāīthī mana jē dhūē, thaī jāyē rē bēḍō ēnō pāra
daī, daī, rākhē bhāvanā badalānī, dīdhuṁ badhuṁ tō dhōvāī jāya
badalānā bhāva vinā jō dēvāya, dīdhuṁ ē tō sārthaka thaī jāya
bhajana pūjanamāṁ apēkṣā jō jāgī jāya, mana apēkṣāmāṁ tō taṇāya
karēlā bhajana nē pūjananē tō ē adhūruṁ banāvī jāya
sabaṁdha jō khālī lēṇadēṇathī rahē, lēṇadēṇathī tō ē patī jāya
vinā apēkṣāē, sabaṁdha jē rahē, śāśvata tō ē baṁdhāya
prabhu nā māgē, ē tō dētō rē āvē, yāda sahu ēnē karatuṁ jāya
ēnā jēṭaluṁ nā thaī śakē bhalē, tōya najadīka tō pahōṁcāya
|