1989-07-13
1989-07-13
1989-07-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13398
પૂર્વજ હતા, તેથી તો તું છે, પૂર્વજોના પૂર્વજ તો પ્રભુ છે

બીજ હતું તેથી તો વૃક્ષ છે, બીજનું બીજ તો પ્રભુ છે
સુખ હતું તેથી તો તું સુખી છે, સુખના કર્તા તો પ્રભુ છે
આનંદ હતો તેથી તો આનંદ છે, આનંદનું કારણ તો પ્રભુ છે
સાગર છે તો ભરતી-ઓટ છે, કર્તા સાગરના તો પ્રભુ છે
સંસાર છે તો તું છે, સંસારનો કર્તા તો પ્રભુ છે
દૃષ્ટિ છે તો દૃશ્ય દેખાય છે, દૃષ્ટિના કર્તા તો પ્રભુ છે
વાયુ છે તો શ્વાસ લેવાય છે, વાયુના કર્તા તો પ્રભુ છે
પ્રાણ છે તો શરીર ચાલે છે, પ્રાણના પ્રાણ તો પ્રભુ છે
ધડકન ધડકે તો હૈયું છે, હૈયાનું હૈયું તો પ્રભુ છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
pūrvaja hatā, tēthī tō tuṁ chē, pūrvajōnā pūrvaja tō prabhu chē
bīja hatuṁ tēthī tō vr̥kṣa chē, bījanuṁ bīja tō prabhu chē
sukha hatuṁ tēthī tō tuṁ sukhī chē, sukhanā kartā tō prabhu chē
ānaṁda hatō tēthī tō ānaṁda chē, ānaṁdanuṁ kāraṇa tō prabhu chē
sāgara chē tō bharatī-ōṭa chē, kartā sāgaranā tō prabhu chē
saṁsāra chē tō tuṁ chē, saṁsāranō kartā tō prabhu chē
dr̥ṣṭi chē tō dr̥śya dēkhāya chē, dr̥ṣṭinā kartā tō prabhu chē
vāyu chē tō śvāsa lēvāya chē, vāyunā kartā tō prabhu chē
prāṇa chē tō śarīra cālē chē, prāṇanā prāṇa tō prabhu chē
dhaḍakana dhaḍakē tō haiyuṁ chē, haiyānuṁ haiyuṁ tō prabhu chē
|