|
View Original |
|
છેડો બ્રહ્માંડનો છે તો તુજમાં રે માડી
ફરી ફરી પડશે આવવું સહુએ તો તુજમાં
સૃષ્ટિ જન્મી છે તુજથી રે માડી
સમાશે આખર તો એ તુજમાં - ફરી ફરી...
ભળશે ના જે તુજમાં રે માડી
ફરી ફરીને પડશે આખર ભળવું તો તુજમાં - ફરી ફરી...
છે મારો તો છેડો જ્યાં મુજમાં
છે અસ્તિત્વ નો છેડો મારો તો તુજમાં - ફરી ફરી...
રચીને ચલાવે તું સૃષ્ટિ, ના તોય દેખાય
ભળશે જ્યાં જે-જે તુજમાં, નહિ એ દેખાય - ફરી ફરી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)