Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2587 | Date: 16-Jun-1990
લાગે જીવનમાં તો જ્યારે, રહી નહીં શકાય કોઈના વિના તો ત્યારે
Lāgē jīvanamāṁ tō jyārē, rahī nahīṁ śakāya kōīnā vinā tō tyārē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 2587 | Date: 16-Jun-1990

લાગે જીવનમાં તો જ્યારે, રહી નહીં શકાય કોઈના વિના તો ત્યારે

  No Audio

lāgē jīvanamāṁ tō jyārē, rahī nahīṁ śakāya kōīnā vinā tō tyārē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1990-06-16 1990-06-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13576 લાગે જીવનમાં તો જ્યારે, રહી નહીં શકાય કોઈના વિના તો ત્યારે લાગે જીવનમાં તો જ્યારે, રહી નહીં શકાય કોઈના વિના તો ત્યારે

સમજી લેજો રે (2) એના માટે તો પ્યાર જાગી ગયો છે

જાગે જ્યારે આવો ભાવ, પ્રભુ કાજે, સમજી લેજે રે તું, જીવન સફળ થઈ ગયું છે

સમય સદા તો સરકતો જાય, પણ મન જો હાથમાં આવી જાય રે - સમજી લેજે રે તું...

નજર નજરમાં તો અણસાર, પ્રભુના તો જ્યાં મળતાં જાય રે - સમજી લેજે રે તું...

ધડકને ધડકનમાંથી તો તારા, પ્રભુના ગુંજન જ્યાં બોલતા જાય રે - સમજી લેજે રે તું...

વિચારો ને વિચારો તો તારા, પ્રભુમાં જ્યાં લીન થાતાં જાય રે - સમજી લેજે રે તું...

થાતી જાશે રે વિલીન તો, તારા હૈયામાં ભેદભાવની રેખાઓ રે - સમજી લેજે રે તું...

ચિત્ત તારું ફરતું અટકી, સ્થિર પ્રભુમાં તો જ્યાં થાતું જાય રે - સમજી લેજે રે તું...

તારા આંસુએ આંસુમાંથી, પ્રભુનું રૂપ તો જ્યાં દેખાય રે - સમજી લેજે રે તું...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

lāgē jīvanamāṁ tō jyārē, rahī nahīṁ śakāya kōīnā vinā tō tyārē

samajī lējō rē (2) ēnā māṭē tō pyāra jāgī gayō chē

jāgē jyārē āvō bhāva, prabhu kājē, samajī lējē rē tuṁ, jīvana saphala thaī gayuṁ chē

samaya sadā tō sarakatō jāya, paṇa mana jō hāthamāṁ āvī jāya rē - samajī lējē rē tuṁ...

najara najaramāṁ tō aṇasāra, prabhunā tō jyāṁ malatāṁ jāya rē - samajī lējē rē tuṁ...

dhaḍakanē dhaḍakanamāṁthī tō tārā, prabhunā guṁjana jyāṁ bōlatā jāya rē - samajī lējē rē tuṁ...

vicārō nē vicārō tō tārā, prabhumāṁ jyāṁ līna thātāṁ jāya rē - samajī lējē rē tuṁ...

thātī jāśē rē vilīna tō, tārā haiyāmāṁ bhēdabhāvanī rēkhāō rē - samajī lējē rē tuṁ...

citta tāruṁ pharatuṁ aṭakī, sthira prabhumāṁ tō jyāṁ thātuṁ jāya rē - samajī lējē rē tuṁ...

tārā āṁsuē āṁsumāṁthī, prabhunuṁ rūpa tō jyāṁ dēkhāya rē - samajī lējē rē tuṁ...
Scan Image

Gujarati Bhajan no. 2587 by Satguru Devendra Ghia - Kaka
First...258725882589...Last