1990-07-12
1990-07-12
1990-07-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13637
અંતરમાં ઊંડ-ઊંડે રે, કોઈ ડોકિયું કરતું તો ત્યાં બેઠું છે

યાદ તારી તો પ્રભુ રે, ઊંડે-ઊંડે ત્યાં તો વસી છે
થાશે મેળાપ ત્યાં એનો રે, ઊંડે-ઊંડે જવાનું છે ગોતવા એને
ઢંઢોળજે સંસ્કાર ત્યાં તો તારા રે, સાથે-સાથે એ તો વસે છે
થઈ નથી કોઈ અસર તારી એને રે, નિર્લેપ બની એ બેઠો છે
ધન્ય ઘડી એ તો બનશે રે, દર્શન એના ત્યાં તું કરશે રે
લહાવો તો પૂરો મળશે રે, ઓળખ જ્યાં એની તો થાશે રે
દેખાશે એ ચોખ્ખા રે, હટશે જ્યાં તારા વિચારોનું ધુમ્મસ ને વાસનાના પડળ રે
તેજેતેજ તો ત્યાં ભર્યું છે, કિરણો એના તો ઝીલતો રહેજે રે
મળશે જ્યાં તું એક વખત તો એને રે, વારંવાર મળવાનું મન થાશે રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
aṁtaramāṁ ūṁḍa-ūṁḍē rē, kōī ḍōkiyuṁ karatuṁ tō tyāṁ bēṭhuṁ chē
yāda tārī tō prabhu rē, ūṁḍē-ūṁḍē tyāṁ tō vasī chē
thāśē mēlāpa tyāṁ ēnō rē, ūṁḍē-ūṁḍē javānuṁ chē gōtavā ēnē
ḍhaṁḍhōlajē saṁskāra tyāṁ tō tārā rē, sāthē-sāthē ē tō vasē chē
thaī nathī kōī asara tārī ēnē rē, nirlēpa banī ē bēṭhō chē
dhanya ghaḍī ē tō banaśē rē, darśana ēnā tyāṁ tuṁ karaśē rē
lahāvō tō pūrō malaśē rē, ōlakha jyāṁ ēnī tō thāśē rē
dēkhāśē ē cōkhkhā rē, haṭaśē jyāṁ tārā vicārōnuṁ dhummasa nē vāsanānā paḍala rē
tējētēja tō tyāṁ bharyuṁ chē, kiraṇō ēnā tō jhīlatō rahējē rē
malaśē jyāṁ tuṁ ēka vakhata tō ēnē rē, vāraṁvāra malavānuṁ mana thāśē rē
|
|