Hymn No. 2802 | Date: 03-Oct-1990
ના સુખ જીવનમાં ટક્યું, ના દુઃખ ભી તો ટક્યું, જીવનમાં બધું બદલાતું રહ્યું
nā sukha jīvanamāṁ ṭakyuṁ, nā duḥkha bhī tō ṭakyuṁ, jīvanamāṁ badhuṁ badalātuṁ rahyuṁ
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1990-10-03
1990-10-03
1990-10-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13791
ના સુખ જીવનમાં ટક્યું, ના દુઃખ ભી તો ટક્યું, જીવનમાં બધું બદલાતું રહ્યું
ના સુખ જીવનમાં ટક્યું, ના દુઃખ ભી તો ટક્યું, જીવનમાં બધું બદલાતું રહ્યું
મળ્યા જીવનમાં તો દુશ્મનો ભી, મિત્રો ભી મળતા રહ્યા, કોઈ કાયમ ના રહ્યું
રાત્રિનું અંધારું મળ્યું, પ્રભાતના કિરણો ભી મળ્યા,ના કાયમ તો કાંઈ રહ્યું
પથ્થર ભી જગમાં ઘસાતો રહ્યો, જીવનમાં તો બધું બદલાતું રહ્યું
સમય તો જગમાં વીતતો રહ્યો, સમય તો સદા બદલાતો રહ્યો
મન તો જીવનમાં સ્થિર ના રહ્યું, મન તો નિત્ય બદલાતું રહ્યું
વાયુ ને ભરતીઓટ વહેતા રહ્યા, કુદરતનો ક્રમ આ તો ચાલુ રહ્યો
દૃષ્ટિ સામેના દૃશ્ય તો બદલાતાં રહ્યા, જીવનમાં તો બધું બદલાતું રહ્યું
દેહ માનવનો તો આજે મળ્યો, દેહ પણ ઘણા બદલાતા ગયા
સગાસંબંધીઓ દેહ સાથે રહ્યા, સગાસંબંધીઓ પણ બદલાતાં રહ્યા
જીવનમાં ધ્યેયો પણ બદલાતાં રહ્યા, રસ્તા પામવાના ભી બદલાતાં રહ્યા
માડી તારો ભાવ તો ના બદલાયો, ભલે જીવનમાં બધું તો બદલાતું રહ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nā sukha jīvanamāṁ ṭakyuṁ, nā duḥkha bhī tō ṭakyuṁ, jīvanamāṁ badhuṁ badalātuṁ rahyuṁ
malyā jīvanamāṁ tō duśmanō bhī, mitrō bhī malatā rahyā, kōī kāyama nā rahyuṁ
rātrinuṁ aṁdhāruṁ malyuṁ, prabhātanā kiraṇō bhī malyā,nā kāyama tō kāṁī rahyuṁ
paththara bhī jagamāṁ ghasātō rahyō, jīvanamāṁ tō badhuṁ badalātuṁ rahyuṁ
samaya tō jagamāṁ vītatō rahyō, samaya tō sadā badalātō rahyō
mana tō jīvanamāṁ sthira nā rahyuṁ, mana tō nitya badalātuṁ rahyuṁ
vāyu nē bharatīōṭa vahētā rahyā, kudaratanō krama ā tō cālu rahyō
dr̥ṣṭi sāmēnā dr̥śya tō badalātāṁ rahyā, jīvanamāṁ tō badhuṁ badalātuṁ rahyuṁ
dēha mānavanō tō ājē malyō, dēha paṇa ghaṇā badalātā gayā
sagāsaṁbaṁdhīō dēha sāthē rahyā, sagāsaṁbaṁdhīō paṇa badalātāṁ rahyā
jīvanamāṁ dhyēyō paṇa badalātāṁ rahyā, rastā pāmavānā bhī badalātāṁ rahyā
māḍī tārō bhāva tō nā badalāyō, bhalē jīvanamāṁ badhuṁ tō badalātuṁ rahyuṁ
|