Hymn No. 5909 | Date: 18-Aug-1995
કોઈ જઈને કહેજો રે મારા વ્હાલાને, મોડી રાતે, મીઠી મધુરી બંસરી ના વગાડે
kōī jaīnē kahējō rē mārā vhālānē, mōḍī rātē, mīṭhī madhurī baṁsarī nā vagāḍē
કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)
1995-08-18
1995-08-18
1995-08-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1396
કોઈ જઈને કહેજો રે મારા વ્હાલાને, મોડી રાતે, મીઠી મધુરી બંસરી ના વગાડે
કોઈ જઈને કહેજો રે મારા વ્હાલાને, મોડી રાતે, મીઠી મધુરી બંસરી ના વગાડે
રહેતું નથી હૈયું હાથમાં મારા રે જ્યાં, સાંભળીને બંસરી મીઠી મધુરી, હાથમાં ના રહેશે
દિવસભરની લીલા રે તારી, આપે છે રાતભર આનંદ એ તો મને
વગાડી મીઠી બંસરી જોજે એ મારા, મીઠાં મધુરા સ્વપ્નમાં ખલેલ ના પહોંચાડે
અરે ગોકુલના રે દુલારા રાધાપિયાના રે વ્હાલા, મોડી રાતે મીઠી મધુરી બંસરી ના વગાડે
દિનભર રહ્યાં જે સાથે આપણે, આનંદ એનો સ્વપ્નામાં મને લેવા દે
વગાડી મીઠી મધુરી બંસરી, આનંદથી વંચિત મને ના એ રાખે
જગની રે શૃંખલા બાંધી રહી છે રે મને, નથી કોઈ શૃંખલાથી બંધાયેલા તમે
વહાલી રે રાધા રે મારી,બંસરીની ધૂનના શબ્દે શબ્દે પહોંચું છું હું તમારા હૈયે
તમારા મનના તરંગો ઝીલી ઝીલી, ભાવોને ઝીલી ઝીલી, વહાવું છું બંસરીના સૂરે એની
કાના રે મારા રે વ્હાલા, સાંભળજો ને ઝીલજો, હૈયાંના ભાવો મારા રે
તડપી ઊઠયું છે હૈયું રે મારું રે વ્હાલા, રહે ના હવે એ હાથમાં મારા રે
સાંભળો રે હવે તમે રાધારાણી, તમે માંગો, કે ચાહો, કે ના ચાહો, છે બંસરી એકજ ઇલાજ રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kōī jaīnē kahējō rē mārā vhālānē, mōḍī rātē, mīṭhī madhurī baṁsarī nā vagāḍē
rahētuṁ nathī haiyuṁ hāthamāṁ mārā rē jyāṁ, sāṁbhalīnē baṁsarī mīṭhī madhurī, hāthamāṁ nā rahēśē
divasabharanī līlā rē tārī, āpē chē rātabhara ānaṁda ē tō manē
vagāḍī mīṭhī baṁsarī jōjē ē mārā, mīṭhāṁ madhurā svapnamāṁ khalēla nā pahōṁcāḍē
arē gōkulanā rē dulārā rādhāpiyānā rē vhālā, mōḍī rātē mīṭhī madhurī baṁsarī nā vagāḍē
dinabhara rahyāṁ jē sāthē āpaṇē, ānaṁda ēnō svapnāmāṁ manē lēvā dē
vagāḍī mīṭhī madhurī baṁsarī, ānaṁdathī vaṁcita manē nā ē rākhē
jaganī rē śr̥ṁkhalā bāṁdhī rahī chē rē manē, nathī kōī śr̥ṁkhalāthī baṁdhāyēlā tamē
vahālī rē rādhā rē mārī,baṁsarīnī dhūnanā śabdē śabdē pahōṁcuṁ chuṁ huṁ tamārā haiyē
tamārā mananā taraṁgō jhīlī jhīlī, bhāvōnē jhīlī jhīlī, vahāvuṁ chuṁ baṁsarīnā sūrē ēnī
kānā rē mārā rē vhālā, sāṁbhalajō nē jhīlajō, haiyāṁnā bhāvō mārā rē
taḍapī ūṭhayuṁ chē haiyuṁ rē māruṁ rē vhālā, rahē nā havē ē hāthamāṁ mārā rē
sāṁbhalō rē havē tamē rādhārāṇī, tamē māṁgō, kē cāhō, kē nā cāhō, chē baṁsarī ēkaja ilāja rē
|