1991-07-05
1991-07-05
1991-07-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14258
કશામાં ચિત્ત મારું ચોંટે નહીં, કશામાં મન મારું લાગે નહીં

કદી ખેંચે રે પ્રભુ, રૂપ તો તારું, કદી ખેંચે માયા મનડું તો મારું
સમજાયું જ્યાં, છે જગમાં બધું તારું, સમજાતું નથી પ્રભુ, શું હું ત્યાગું
અણુ અણુમાં વસી, કરે લીલા જ્યાં તું, પ્રભુ ગણું જગમાં કોને પરાયું
સમજાય જ્યાં છે બધા રૂપમાં તું, પ્રભુ જગમાં દયા કોની હું લાવું
થાય જગમાં જ્યાં બધું ધાર્યું તો તારું, કર્તાપણાનો ભાવ શાને હૈયે જગાવું
અલગતાના ભાવમાં જ્યાં હું રાચું, તારી સામે એકલા પ્રભુ ક્યાંથી પામું
તનને મારી સીમા જ્યાં હું બાંધું, વિશ્વવ્યાપી ક્યાંથી તને હું સમાવું
છે જગસુખ તો સુખ તો તારું, પ્રભુ તારી પાસે સુખ હું તો પામું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kaśāmāṁ citta māruṁ cōṁṭē nahīṁ, kaśāmāṁ mana māruṁ lāgē nahīṁ
kadī khēṁcē rē prabhu, rūpa tō tāruṁ, kadī khēṁcē māyā manaḍuṁ tō māruṁ
samajāyuṁ jyāṁ, chē jagamāṁ badhuṁ tāruṁ, samajātuṁ nathī prabhu, śuṁ huṁ tyāguṁ
aṇu aṇumāṁ vasī, karē līlā jyāṁ tuṁ, prabhu gaṇuṁ jagamāṁ kōnē parāyuṁ
samajāya jyāṁ chē badhā rūpamāṁ tuṁ, prabhu jagamāṁ dayā kōnī huṁ lāvuṁ
thāya jagamāṁ jyāṁ badhuṁ dhāryuṁ tō tāruṁ, kartāpaṇānō bhāva śānē haiyē jagāvuṁ
alagatānā bhāvamāṁ jyāṁ huṁ rācuṁ, tārī sāmē ēkalā prabhu kyāṁthī pāmuṁ
tananē mārī sīmā jyāṁ huṁ bāṁdhuṁ, viśvavyāpī kyāṁthī tanē huṁ samāvuṁ
chē jagasukha tō sukha tō tāruṁ, prabhu tārī pāsē sukha huṁ tō pāmuṁ
|