1991-08-21
1991-08-21
1991-08-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14333
લેતો રહ્યો છે જગમાંથી તું તો બધું, જગને દીધું તેં તો શું

લેતા લેતા ના ધરાયો તો તું, ના ધરાયો રે તું - જગને...
મળતું રહ્યું જે યત્નો વિના, કરી ના શક્યો કિંમત એની તો તું - જગને...
પળેપળે રહ્યા મળતા તને શ્વાસો, કરી ના શક્યો કિંમત એની તો તું - જગને...
કોશિશ વિના રહ્યું છે હૈયું ધબકતું, સમજી ના શક્યો એને રે તું - જગને...
વ્હેતું રહ્યું લોહી તો તારા તનમાં, કરી ના શક્યો કદર એની તો તું - જગને...
રાચ્યો તું વેરમાં, નહાયો તું ઇર્ષ્યાએ, ડૂબ્યો ક્રોધમાં, જીવનમાં તો તું - જગને...
ભાવભરી લાગણી, પ્રેમભર્યું વર્તન, ભૂલી ગયો જીવનમાં તો તું - જગને...
માયા ને માયા રહ્યો વધારતો, રહ્યો ડૂબતો માયામાં તો તું - જગને...
મળ્યું માનવતન જગમાં તો જ્યાં તને, આંકી ના શક્યો કિંમત એની તો તું - જગને...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
lētō rahyō chē jagamāṁthī tuṁ tō badhuṁ, jaganē dīdhuṁ tēṁ tō śuṁ
lētā lētā nā dharāyō tō tuṁ, nā dharāyō rē tuṁ - jaganē...
malatuṁ rahyuṁ jē yatnō vinā, karī nā śakyō kiṁmata ēnī tō tuṁ - jaganē...
palēpalē rahyā malatā tanē śvāsō, karī nā śakyō kiṁmata ēnī tō tuṁ - jaganē...
kōśiśa vinā rahyuṁ chē haiyuṁ dhabakatuṁ, samajī nā śakyō ēnē rē tuṁ - jaganē...
vhētuṁ rahyuṁ lōhī tō tārā tanamāṁ, karī nā śakyō kadara ēnī tō tuṁ - jaganē...
rācyō tuṁ vēramāṁ, nahāyō tuṁ irṣyāē, ḍūbyō krōdhamāṁ, jīvanamāṁ tō tuṁ - jaganē...
bhāvabharī lāgaṇī, prēmabharyuṁ vartana, bhūlī gayō jīvanamāṁ tō tuṁ - jaganē...
māyā nē māyā rahyō vadhāratō, rahyō ḍūbatō māyāmāṁ tō tuṁ - jaganē...
malyuṁ mānavatana jagamāṁ tō jyāṁ tanē, āṁkī nā śakyō kiṁmata ēnī tō tuṁ - jaganē...
|
|