|
View Original |
|
હરેક ચીજ તો શણગારથી સદા શોભે છે
નારી શોભે શણગારથી, મૂર્તિ તો શણગારથી શોભે છે
મંડપ શોભે ફૂલહારથી, ઘર તો રંગરોગાનથી શોભે છે
જ્ઞાની તો જ્ઞાનથી શોભે, ભાવથી તો ભક્તિ શોભે છે
વાતચીત તો વિનયથી શોભે, આવકારથી ગૃહસ્થી શોભે છે
તારલિયાથી આકાશ તો શોભે છે, સૂર્ય તો પ્રકાશથી શોભે છે
નિર્દોષતાથી તો બાળક શોભે, પ્રેમથી તો સંસાર શોભે છે
ઘુઘવાટથી તો સાગર શોભે, અશ્વ ચાલથી તો શોભે છે
પ્રાણથી તો તનડું શોભે, તપસ્વી તો તપથી શોભે છે
હરિયાળીથી પૃથ્વી શોભે છે, ગુણોથી તો જીવન શોભે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)