Hymn No. 2406 | Date: 10-Apr-1990
રે મા, સાંભળજે તું તો આજ, રે મારા મનડાની તો વાત
rē mā, sāṁbhalajē tuṁ tō āja, rē mārā manaḍānī tō vāta
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1990-04-10
1990-04-10
1990-04-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14895
રે મા, સાંભળજે તું તો આજ, રે મારા મનડાની તો વાત
રે મા, સાંભળજે તું તો આજ, રે મારા મનડાની તો વાત
શોધી રહ્યાં છે નયનો મારાં તને તો માત, શોધી રહ્યાં છે તને ચારે પાસ
રહી છે છુપાઈ તું તો ક્યાં, જરા આજ મને એ તો બતાવ
વીતે છે મારા વિના સમય તારો ક્યાં, જરા આજ મને એ તો કહેતી જા
પડશે ના જરૂર તને ગોતવાની મને, આંસુ બતાવી દેશે મારું સ્થાન
છે તું તો પાસે ને પાસે ને સાથે ને સાથે, મેળાપ તારો, તોય થાયે ના
કરવું હૈયું, ખાલી મારું કોની પાસ, દૃષ્ટિમાં જ્યાં, તું તો ના દેખાય
કરી શકીશ સહન દુઃખ વિરહનું તું તો મારા, નહીં સહન મારાથી એ થાય
જોઈતું નથી સ્વર્ગ તો મારે, દેજે યાતના એવી, યાદ તારી આપી જાય
દેવું હોય જો સુખ તો તારે, દેજે ભલે, જોજે તને ના એ ભુલાવી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rē mā, sāṁbhalajē tuṁ tō āja, rē mārā manaḍānī tō vāta
śōdhī rahyāṁ chē nayanō mārāṁ tanē tō māta, śōdhī rahyāṁ chē tanē cārē pāsa
rahī chē chupāī tuṁ tō kyāṁ, jarā āja manē ē tō batāva
vītē chē mārā vinā samaya tārō kyāṁ, jarā āja manē ē tō kahētī jā
paḍaśē nā jarūra tanē gōtavānī manē, āṁsu batāvī dēśē māruṁ sthāna
chē tuṁ tō pāsē nē pāsē nē sāthē nē sāthē, mēlāpa tārō, tōya thāyē nā
karavuṁ haiyuṁ, khālī māruṁ kōnī pāsa, dr̥ṣṭimāṁ jyāṁ, tuṁ tō nā dēkhāya
karī śakīśa sahana duḥkha virahanuṁ tuṁ tō mārā, nahīṁ sahana mārāthī ē thāya
jōītuṁ nathī svarga tō mārē, dējē yātanā ēvī, yāda tārī āpī jāya
dēvuṁ hōya jō sukha tō tārē, dējē bhalē, jōjē tanē nā ē bhulāvī jāya
|