Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2415 | Date: 12-Apr-1990
આંગણિયે પધારજો અમારા રે માડી, પધારજો આંગણિયે અમારા રે
Āṁgaṇiyē padhārajō amārā rē māḍī, padhārajō āṁgaṇiyē amārā rē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 2415 | Date: 12-Apr-1990

આંગણિયે પધારજો અમારા રે માડી, પધારજો આંગણિયે અમારા રે

  No Audio

āṁgaṇiyē padhārajō amārā rē māḍī, padhārajō āṁgaṇiyē amārā rē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1990-04-12 1990-04-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14904 આંગણિયે પધારજો અમારા રે માડી, પધારજો આંગણિયે અમારા રે આંગણિયે પધારજો અમારા રે માડી, પધારજો આંગણિયે અમારા રે

પાડી પુનિત પગલાં તમારાં, કરજો પાવન આંગણિયાં અમારાં રે

દેશે પ્રેમના દાન તું જ્યાં તારા, ઊઠશે નાચી ઉલ્લાસે હૈયાં અમારાં રે

કરી ના શકશું વ્યક્ત આનંદ અમારો, વહેશે આનંદની ધારા હૈયે અમારા રે

અમે તો છીએ સદા તો તમારા, રહેજો બનીને સદાય અમારા રે

રહીશું અમે જ્યાં આંખની સામે તમારા, રહેજો આંખની સામે તમે અમારી રે

છીએ બાળ અમે તો સદાય તમારા, છો માત તમે તો અમારા રે

પધારશો જ્યાં આંગણિયે અમારા, બનશે નંદનવન હૈયાં અમારાં રે

ભર્યા છે હેત ને ભાવ હૈયે અમારા, ધરશું ચરણે એને તો તમારા રે

કરી સ્વીકાર, કરજો પાવન હૈયાં અમારાં, છે એ તો તમારાં ને તમારાં રે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āṁgaṇiyē padhārajō amārā rē māḍī, padhārajō āṁgaṇiyē amārā rē

pāḍī punita pagalāṁ tamārāṁ, karajō pāvana āṁgaṇiyāṁ amārāṁ rē

dēśē prēmanā dāna tuṁ jyāṁ tārā, ūṭhaśē nācī ullāsē haiyāṁ amārāṁ rē

karī nā śakaśuṁ vyakta ānaṁda amārō, vahēśē ānaṁdanī dhārā haiyē amārā rē

amē tō chīē sadā tō tamārā, rahējō banīnē sadāya amārā rē

rahīśuṁ amē jyāṁ āṁkhanī sāmē tamārā, rahējō āṁkhanī sāmē tamē amārī rē

chīē bāla amē tō sadāya tamārā, chō māta tamē tō amārā rē

padhāraśō jyāṁ āṁgaṇiyē amārā, banaśē naṁdanavana haiyāṁ amārāṁ rē

bharyā chē hēta nē bhāva haiyē amārā, dharaśuṁ caraṇē ēnē tō tamārā rē

karī svīkāra, karajō pāvana haiyāṁ amārāṁ, chē ē tō tamārāṁ nē tamārāṁ rē
Scan Image

Gujarati Bhajan no. 2415 by Satguru Devendra Ghia - Kaka
First...241324142415...Last