Hymn No. 7060 | Date: 13-Oct-1997
મન ચાહે છે જીવનમાં તો ઘણું ઘણું, મળે છે જીવનમાં શું એ બધું
mana cāhē chē jīvanamāṁ tō ghaṇuṁ ghaṇuṁ, malē chē jīvanamāṁ śuṁ ē badhuṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1997-10-13
1997-10-13
1997-10-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15049
મન ચાહે છે જીવનમાં તો ઘણું ઘણું, મળે છે જીવનમાં શું એ બધું
મન ચાહે છે જીવનમાં તો ઘણું ઘણું, મળે છે જીવનમાં શું એ બધું
ચાહે છે મન મેળવવા પ્રકાશનું બિંદુ, મેળવે છે જીવનમાં અંધારાનું બિંદુ
જાય છે જીવનમાં સદા એ તો ભૂલી, છે એ તો શક્તિનું બિંદુ
મેળવી શકે ચાહે એ બધું, રહ્યું છે સુષુપ્તમાં એનું શક્તિનું બિંદુ
કર્મોની કુદાવી દીવાલ જેણે, નથી અશક્ય એના માટે કાંઈ રહેતું
અવરોધો તો નાખે કર્મો, નથી જગમાં તો કોઈ કર્મ વિનાનું
કરી કરી કર્મો તો જગમાં, રહે છે મનડું તો જગમાં ફરતું ને ફરતું
થાકે મનડું જ્યાં એમાં, તનડું એમાં સાથ ત્યારે નથી દઈ શકતું
ખાઈ ખાઈ માર જગમાં, દિલ બને છે એમાં તો ભાવવિહોણું
મન, બુદ્ધિ ને ભાવની ત્રિપુટી પડી વિખૂટી, કાર્ય પૂર્ણ નથી થાતું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mana cāhē chē jīvanamāṁ tō ghaṇuṁ ghaṇuṁ, malē chē jīvanamāṁ śuṁ ē badhuṁ
cāhē chē mana mēlavavā prakāśanuṁ biṁdu, mēlavē chē jīvanamāṁ aṁdhārānuṁ biṁdu
jāya chē jīvanamāṁ sadā ē tō bhūlī, chē ē tō śaktinuṁ biṁdu
mēlavī śakē cāhē ē badhuṁ, rahyuṁ chē suṣuptamāṁ ēnuṁ śaktinuṁ biṁdu
karmōnī kudāvī dīvāla jēṇē, nathī aśakya ēnā māṭē kāṁī rahētuṁ
avarōdhō tō nākhē karmō, nathī jagamāṁ tō kōī karma vinānuṁ
karī karī karmō tō jagamāṁ, rahē chē manaḍuṁ tō jagamāṁ pharatuṁ nē pharatuṁ
thākē manaḍuṁ jyāṁ ēmāṁ, tanaḍuṁ ēmāṁ sātha tyārē nathī daī śakatuṁ
khāī khāī māra jagamāṁ, dila banē chē ēmāṁ tō bhāvavihōṇuṁ
mana, buddhi nē bhāvanī tripuṭī paḍī vikhūṭī, kārya pūrṇa nathī thātuṁ
|