1997-10-30
1997-10-30
1997-10-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15080
કયા આધારે પ્રભુને હું તો ભજું, હૈયું જ્યાં શંકામાં રમી રહ્યું

ચાલી રહ્યું છે જીવન ભાગ્યના આધારે, કે પ્રભુની કૃપાનું છે એમાં બિંદુ
કપરાં ચઢાણનાં મંડાણ મંડાયાં, ચિત્ત તો એમાં ડામાડોળ હતું
વિચારોનાં તોફાનો ઊઠયા મનમાં, મન જ્યાં કાબૂમાં ના હતું
હતું જીવનમાં ત્યાં ને ત્યાં બધું, આંખ સામે ધુમ્મસ છવાયું હતું
પકડું તો રસ્તો કયો પકડું, ધુમ્મસ પાર કાંઈ દેખાતું ના હતું
નજર પાર કાંઈ દેખાતું ના હતું, અંતરમાં અંધારું છવાયેલું હતું
કરું યત્નો તો કઈ દિશામાં, જ્યાં ચારેકોર તો હતું અંધારું
નયનો સાથે જ્યાં હૈયું સાથ પુરાવે, દેખાય ના ત્યાં ક્યાંય અજવાળું
રહ્યો છું હૈયામાં તો વેદનાઓ ભરી, હાલત મારી પ્રભુથી નથી અજાણ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kayā ādhārē prabhunē huṁ tō bhajuṁ, haiyuṁ jyāṁ śaṁkāmāṁ ramī rahyuṁ
cālī rahyuṁ chē jīvana bhāgyanā ādhārē, kē prabhunī kr̥pānuṁ chē ēmāṁ biṁdu
kaparāṁ caḍhāṇanāṁ maṁḍāṇa maṁḍāyāṁ, citta tō ēmāṁ ḍāmāḍōla hatuṁ
vicārōnāṁ tōphānō ūṭhayā manamāṁ, mana jyāṁ kābūmāṁ nā hatuṁ
hatuṁ jīvanamāṁ tyāṁ nē tyāṁ badhuṁ, āṁkha sāmē dhummasa chavāyuṁ hatuṁ
pakaḍuṁ tō rastō kayō pakaḍuṁ, dhummasa pāra kāṁī dēkhātuṁ nā hatuṁ
najara pāra kāṁī dēkhātuṁ nā hatuṁ, aṁtaramāṁ aṁdhāruṁ chavāyēluṁ hatuṁ
karuṁ yatnō tō kaī diśāmāṁ, jyāṁ cārēkōra tō hatuṁ aṁdhāruṁ
nayanō sāthē jyāṁ haiyuṁ sātha purāvē, dēkhāya nā tyāṁ kyāṁya ajavāluṁ
rahyō chuṁ haiyāmāṁ tō vēdanāō bharī, hālata mārī prabhuthī nathī ajāṇyuṁ
|
|