Hymn No. 7314 | Date: 06-Apr-1998
જોવું જોવું ને જોવાનું મન થાય, પ્રભુ રૂપ તારાં છે બધે ફેલાયાં, રૂપ બધે ફેલાય
jōvuṁ jōvuṁ nē jōvānuṁ mana thāya, prabhu rūpa tārāṁ chē badhē phēlāyāṁ, rūpa badhē phēlāya
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1998-04-06
1998-04-06
1998-04-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15303
જોવું જોવું ને જોવાનું મન થાય, પ્રભુ રૂપ તારાં છે બધે ફેલાયાં, રૂપ બધે ફેલાય
જોવું જોવું ને જોવાનું મન થાય, પ્રભુ રૂપ તારાં છે બધે ફેલાયાં, રૂપ બધે ફેલાય
જોવું જોવું ને રૂપ તારાં બધે છલકાયે, જોતાં જોતાં મનડું ના ધરાય, રૂપ બધે ફેલાય
આંખ મારી લે ના ત્યાંથી હટવાનું નામ, આંખડીને મારી એમાં તો આરામ મળી જાય
કરું આંખડી બંધ જ્યાં, નજર તમારી મારી નજરમાં આવતી જાય, નજરને એ પીતી જાય
નજર ઊઠાવી નજર માંડું હું, તો જ્યાં ને જ્યાં પ્રભુ, નજર તમારી ત્યાં હસતી દેખાય
હરવાતમાં ને હરચીજમાંથી, રૂપ તમારું રેલાતું દેખાય, મનડું મારું એ રસ પીતું જાય
મસ્તી ભરી તમારી નજરમાંથી, અનેક મસ્તીભર્યાં રૂપો તમારાં, નર્તન કરતાં દેખાય
મનડું મારું રૂપ તમારું તો જોતું ને જોતું જાય, એની મસ્તીમાં એ હરખાતું જાય
ભરી છે વિવિધતા તો રૂપોમાં તમારાં, બધાં રૂપ તમારાં એકરૂપ તો દેખાતાં જાય
રાત ને દિવસ આંખ સામે રમે રૂપ તમારાં, મનડું મારું એમાં તો લય થાતું જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jōvuṁ jōvuṁ nē jōvānuṁ mana thāya, prabhu rūpa tārāṁ chē badhē phēlāyāṁ, rūpa badhē phēlāya
jōvuṁ jōvuṁ nē rūpa tārāṁ badhē chalakāyē, jōtāṁ jōtāṁ manaḍuṁ nā dharāya, rūpa badhē phēlāya
āṁkha mārī lē nā tyāṁthī haṭavānuṁ nāma, āṁkhaḍīnē mārī ēmāṁ tō ārāma malī jāya
karuṁ āṁkhaḍī baṁdha jyāṁ, najara tamārī mārī najaramāṁ āvatī jāya, najaranē ē pītī jāya
najara ūṭhāvī najara māṁḍuṁ huṁ, tō jyāṁ nē jyāṁ prabhu, najara tamārī tyāṁ hasatī dēkhāya
haravātamāṁ nē haracījamāṁthī, rūpa tamāruṁ rēlātuṁ dēkhāya, manaḍuṁ māruṁ ē rasa pītuṁ jāya
mastī bharī tamārī najaramāṁthī, anēka mastībharyāṁ rūpō tamārāṁ, nartana karatāṁ dēkhāya
manaḍuṁ māruṁ rūpa tamāruṁ tō jōtuṁ nē jōtuṁ jāya, ēnī mastīmāṁ ē harakhātuṁ jāya
bharī chē vividhatā tō rūpōmāṁ tamārāṁ, badhāṁ rūpa tamārāṁ ēkarūpa tō dēkhātāṁ jāya
rāta nē divasa āṁkha sāmē ramē rūpa tamārāṁ, manaḍuṁ māruṁ ēmāṁ tō laya thātuṁ jāya
|