|
View Original |
|
જીવનમાં સહુએ તો કાંઈ ને કાંઈ તો ખોટું કર્યું
સમજાયું ના સહુને, જગમાં જીવનમાં કેટલું ખોટું કર્યું
સમજે સહુ સહુને તો જીવનમાં, તો સત્યની મૂર્તિ
જીવનમાં સહુના તોય, સત્ય તો દૂર ને દૂર તો રહ્યું
હતી ના હિંમત તો જાહેરમાં તો જે કરવાનું ખોટું
એ બધું અંતરના છાને ખૂણે તો એણે કર્યું
આંકે કિંમત એ સહુના જાહેર જીવનની, સત્ય ઓછું હતું
આંકવા કિંમત સાચી, કોણ કોના હૈયામાં તો ઊતર્યું
મળ્યા કંઈક એમાં તો આંચકા, અંતરજીવન જાહેર થયું
ઠગતા રહ્યા ના ઠગાતા રહ્યા, જીવન સહુનું આમ ચાલ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)