1992-02-24
1992-02-24
1992-02-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15695
ઢીલુંને ઢીલું મન પડતું ગયું, લો થઈ ગઈ જીવનમાં સરકવાની શરૂઆત

ઢાંકવા નબળાઈઓ, ગોત્યા બહાના, થાતી રહી, નવી ને નવી રજૂઆત
જીવન ઝરણાં રહ્યા વહેતાંને વહેતાં, લાગે ના દિનને રાતની એમાં વિસાત
છોડ હવે જીવનમાં તો તું, સરકવાની ને સરકવાની તો વાત
બધી નબળાઈઓ સહિત આવ્યા તો જગમાં, કીધો જગમાં એની સાથે વસવાટ
મળી ના પળ જીવનમાં તો એવી, મળી જીવનમાં જ્યાં સાચી નિરાંત
નબળા મનની કરામતમાં ફસાઈ, નોતરી જીવનમાં તો દુઃખોની બારાત
દુઃખ એક હટે, બીજું જાગે, મળી ના જીવનમાં એમાં કદી તો નિરાંત
ખર્ચાતીને ખર્ચાતી રહી ક્ષણો એમાં, ખોટી, ખૂટતી રહી એમાં તો પુરાંત
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ḍhīluṁnē ḍhīluṁ mana paḍatuṁ gayuṁ, lō thaī gaī jīvanamāṁ sarakavānī śarūāta
ḍhāṁkavā nabalāīō, gōtyā bahānā, thātī rahī, navī nē navī rajūāta
jīvana jharaṇāṁ rahyā vahētāṁnē vahētāṁ, lāgē nā dinanē rātanī ēmāṁ visāta
chōḍa havē jīvanamāṁ tō tuṁ, sarakavānī nē sarakavānī tō vāta
badhī nabalāīō sahita āvyā tō jagamāṁ, kīdhō jagamāṁ ēnī sāthē vasavāṭa
malī nā pala jīvanamāṁ tō ēvī, malī jīvanamāṁ jyāṁ sācī nirāṁta
nabalā mananī karāmatamāṁ phasāī, nōtarī jīvanamāṁ tō duḥkhōnī bārāta
duḥkha ēka haṭē, bījuṁ jāgē, malī nā jīvanamāṁ ēmāṁ kadī tō nirāṁta
kharcātīnē kharcātī rahī kṣaṇō ēmāṁ, khōṭī, khūṭatī rahī ēmāṁ tō purāṁta
|