1999-06-02
1999-06-02
1999-06-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17025
મૌન ધરી બેસે જ્યાં તું માડી, તારા દિલનો અંદાજ તો કેમ કાઢવો
મૌન ધરી બેસે જ્યાં તું માડી, તારા દિલનો અંદાજ તો કેમ કાઢવો
તારા પ્રેમમાં પાગલ બનીએ, તું ચૂપ રહે, તારા દિલનો અંદાજ તો કેમ કાઢવો
દુઃખનું બન્યું છે ધામ જ્યાં હૈયું, મારગ એમાંથી તો કેમ કાઢવો
પ્રેમનીતરતી આંખોમાં ભી બિંદુ, અમૃતનું દેખાતું, અંદાજ તો કેમ કાઢવો
પૂછીએ ને કહીએ તને, નિરુત્તર તું રહે, અંદાજ એનો તો કેમ કાઢવો
છે હૈયાં અમારાં કાળાં, કરીએ કાલાવાલા, ના જવાબ દેતું, અંદાજ તો કેમ કાઢવો
વેરઝેરથી થાકી, ફેરવીએ દૃષ્ટિ તારા પર, મૌન બેસે તું, અંદાજ તો કેમ કાઢવો
કરીએ કર્મોની રફતાર ઊભી, પીછો છોડે ના એ, મૌન બેસતું, અંદાજ તો કેમ કાઢવો
બનીએ હતાશ તો જીવનમાં, નાખીએ નજર તારા પર, મૌન બેસે તું, અંદાજ કેમ કાઢવો
પ્રેમભરી આંખોથી પ્રેમ વરસાવે તું, ઝીલી ના શકે હૈયું એને, અંદાજ તો કેમ કાઢવો
https://www.youtube.com/watch?v=4HUZlzZB4q8
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મૌન ધરી બેસે જ્યાં તું માડી, તારા દિલનો અંદાજ તો કેમ કાઢવો
તારા પ્રેમમાં પાગલ બનીએ, તું ચૂપ રહે, તારા દિલનો અંદાજ તો કેમ કાઢવો
દુઃખનું બન્યું છે ધામ જ્યાં હૈયું, મારગ એમાંથી તો કેમ કાઢવો
પ્રેમનીતરતી આંખોમાં ભી બિંદુ, અમૃતનું દેખાતું, અંદાજ તો કેમ કાઢવો
પૂછીએ ને કહીએ તને, નિરુત્તર તું રહે, અંદાજ એનો તો કેમ કાઢવો
છે હૈયાં અમારાં કાળાં, કરીએ કાલાવાલા, ના જવાબ દેતું, અંદાજ તો કેમ કાઢવો
વેરઝેરથી થાકી, ફેરવીએ દૃષ્ટિ તારા પર, મૌન બેસે તું, અંદાજ તો કેમ કાઢવો
કરીએ કર્મોની રફતાર ઊભી, પીછો છોડે ના એ, મૌન બેસતું, અંદાજ તો કેમ કાઢવો
બનીએ હતાશ તો જીવનમાં, નાખીએ નજર તારા પર, મૌન બેસે તું, અંદાજ કેમ કાઢવો
પ્રેમભરી આંખોથી પ્રેમ વરસાવે તું, ઝીલી ના શકે હૈયું એને, અંદાજ તો કેમ કાઢવો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mauna dharī bēsē jyāṁ tuṁ māḍī, tārā dilanō aṁdāja tō kēma kāḍhavō
tārā prēmamāṁ pāgala banīē, tuṁ cūpa rahē, tārā dilanō aṁdāja tō kēma kāḍhavō
duḥkhanuṁ banyuṁ chē dhāma jyāṁ haiyuṁ, māraga ēmāṁthī tō kēma kāḍhavō
prēmanītaratī āṁkhōmāṁ bhī biṁdu, amr̥tanuṁ dēkhātuṁ, aṁdāja tō kēma kāḍhavō
pūchīē nē kahīē tanē, niruttara tuṁ rahē, aṁdāja ēnō tō kēma kāḍhavō
chē haiyāṁ amārāṁ kālāṁ, karīē kālāvālā, nā javāba dētuṁ, aṁdāja tō kēma kāḍhavō
vērajhērathī thākī, phēravīē dr̥ṣṭi tārā para, mauna bēsē tuṁ, aṁdāja tō kēma kāḍhavō
karīē karmōnī raphatāra ūbhī, pīchō chōḍē nā ē, mauna bēsatuṁ, aṁdāja tō kēma kāḍhavō
banīē hatāśa tō jīvanamāṁ, nākhīē najara tārā para, mauna bēsē tuṁ, aṁdāja kēma kāḍhavō
prēmabharī āṁkhōthī prēma varasāvē tuṁ, jhīlī nā śakē haiyuṁ ēnē, aṁdāja tō kēma kāḍhavō
|