1999-10-11
1999-10-11
1999-10-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17218
હતું શું જે તું સાથે લઈ આવ્યો ને સાથે લઈ જવાનો

મળ્યું ને પામ્યો તું જે જે જગમાં, છોડીને એને તો તું જવાનો
મન ભાગ્યને લઈ આવ્યો કર્મ સાથે, સાથે એ લઈ જવાનો
મળી યાદો તો જે જે જીવનમાં, યાદો બધી તો તું છોડી જવાનો
મળ્યું તનબદન તને તો આ જગમાં, તનબદન તો તું છોડી જવાનો
કર્યું કર્મનું પોટલું થોડું ખાલી, ફરી કર્મો ભરી સાથે લઈ જવાનો
જીવ્યો ઓઢી નકાબોનાં ઓઢણાં, નકાબો અહીંના અહીં છોડી જવાનો
ભરીશ આનંદ જેટલો હૈયામાં, જગમાંથી આનંદ સહિત જવાનો
તું અને સહુ સ્વાર્થનાં સગાં, સગપણ અહીંનાં અહીં છોડી જવાનો
મથ્યો હશે અને પામ્યો હશે શાંતિ જેવી હૈયામાં, શાંતિ સહિત જવાનો
કર્યાં હશે સત્કર્મો જો જીવનમાં, દ્વારે પ્રભુના તો એમાં પહોંચી જવાનો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hatuṁ śuṁ jē tuṁ sāthē laī āvyō nē sāthē laī javānō
malyuṁ nē pāmyō tuṁ jē jē jagamāṁ, chōḍīnē ēnē tō tuṁ javānō
mana bhāgyanē laī āvyō karma sāthē, sāthē ē laī javānō
malī yādō tō jē jē jīvanamāṁ, yādō badhī tō tuṁ chōḍī javānō
malyuṁ tanabadana tanē tō ā jagamāṁ, tanabadana tō tuṁ chōḍī javānō
karyuṁ karmanuṁ pōṭaluṁ thōḍuṁ khālī, pharī karmō bharī sāthē laī javānō
jīvyō ōḍhī nakābōnāṁ ōḍhaṇāṁ, nakābō ahīṁnā ahīṁ chōḍī javānō
bharīśa ānaṁda jēṭalō haiyāmāṁ, jagamāṁthī ānaṁda sahita javānō
tuṁ anē sahu svārthanāṁ sagāṁ, sagapaṇa ahīṁnāṁ ahīṁ chōḍī javānō
mathyō haśē anē pāmyō haśē śāṁti jēvī haiyāmāṁ, śāṁti sahita javānō
karyāṁ haśē satkarmō jō jīvanamāṁ, dvārē prabhunā tō ēmāṁ pahōṁcī javānō
|
|