1998-08-13
1998-08-13
1998-08-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17584
જીવનમાં જીવવાનું જોમ જો ખતમ થયું, તો બાકી શું રહ્યું

નીરસ એવું પ્રાણ વિનાનું ખોળિયું,જગમાં હરતું ફરતું રહ્યું
લોહીની જરૂર તો છે તો તનડાંને, જોમની જરૂર મનડાંને, એના વિના એ સૂનું
છે પ્રેમની જરૂર તો જીવનને, એના વિના તો છે જીવન તો લૂખ્ખું
સમજણ વિના તો જગ સૂનું, સમજાશે ના જીવનમાં સાચું કે ખોટું
અજવાળા વિના તો જગમાં અંધારું, જગના ખૂણે ખૂણે છે તેજ પ્રભુનું પથરાયું
રૂપરેખા વિનાનું તો કામ નકામું, કામ વિના તો લાગે જીવન સૂનું
વર્ષા વિના ધરતીનું તો પોત નકામુ, વર્ષાએ ધરતીને નવજીવન આપ્યું
સંતાન વિના લાગે ઘર તો સૂનું, લાગે ત્યારે લડવું ઝઘડવું એનું મીઠું
મીઠી યાદોમાં જ્યાં મન ખોવાયું, મુખડું મરક મરક તો ત્યાં હસ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvanamāṁ jīvavānuṁ jōma jō khatama thayuṁ, tō bākī śuṁ rahyuṁ
nīrasa ēvuṁ prāṇa vinānuṁ khōliyuṁ,jagamāṁ haratuṁ pharatuṁ rahyuṁ
lōhīnī jarūra tō chē tō tanaḍāṁnē, jōmanī jarūra manaḍāṁnē, ēnā vinā ē sūnuṁ
chē prēmanī jarūra tō jīvananē, ēnā vinā tō chē jīvana tō lūkhkhuṁ
samajaṇa vinā tō jaga sūnuṁ, samajāśē nā jīvanamāṁ sācuṁ kē khōṭuṁ
ajavālā vinā tō jagamāṁ aṁdhāruṁ, jaganā khūṇē khūṇē chē tēja prabhunuṁ patharāyuṁ
rūparēkhā vinānuṁ tō kāma nakāmuṁ, kāma vinā tō lāgē jīvana sūnuṁ
varṣā vinā dharatīnuṁ tō pōta nakāmu, varṣāē dharatīnē navajīvana āpyuṁ
saṁtāna vinā lāgē ghara tō sūnuṁ, lāgē tyārē laḍavuṁ jhaghaḍavuṁ ēnuṁ mīṭhuṁ
mīṭhī yādōmāṁ jyāṁ mana khōvāyuṁ, mukhaḍuṁ maraka maraka tō tyāṁ hasyuṁ
|
|