Hymn No. 7835 | Date: 30-Jan-1999
એક દર્દ ભર્યું દિલ છે પાસે, નથી પાસે તો કાંઈ બીજું
ēka darda bharyuṁ dila chē pāsē, nathī pāsē tō kāṁī bījuṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1999-01-30
1999-01-30
1999-01-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17822
એક દર્દ ભર્યું દિલ છે પાસે, નથી પાસે તો કાંઈ બીજું
એક દર્દ ભર્યું દિલ છે પાસે, નથી પાસે તો કાંઈ બીજું
આ વાત પ્રભુ જગમાં તો, તમારા વિના બીજા કોને કરું
યાદે યાદે ઊછળશે હૈયાંમાં તો જ્યાં, તમારી યાદનું મોજું
સુખચેન તો જાશે હરાઈ, તમારા વિના, ગમે ના બીજું તો જોવું
ચડે હૈયે જ્યાં પ્રેમભરી મસ્તી તમારી, જાય બની દિલ ત્યાં ઘેલું
કાંઈક મળ્યું, કંઈક ખોયું, લાગ્યું ધ્યાન તમારું, ભાન દુનિયાનું ખોયું
જગાવ્યું દર્દ, દેજો દવા, પ્રભુ, તમારી પાસે તો બીજું શું માગું
નયનોમાં રહો, હૈયાંમાં વસો, પ્રભુ, નથી વધારે કાંઈ જોઈતું બીજું
સંબંધોની જોડાઈ છે સાંકળી આપણી એ તૂટે ના કરો કાંઈક એવું
હર હાલતમાં, રહે દિલ પાસે તો તારી, જોઈતું નથી બીજું કાંઈ વધુ
https://www.youtube.com/watch?v=87C_tpGLnmw
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
એક દર્દ ભર્યું દિલ છે પાસે, નથી પાસે તો કાંઈ બીજું
આ વાત પ્રભુ જગમાં તો, તમારા વિના બીજા કોને કરું
યાદે યાદે ઊછળશે હૈયાંમાં તો જ્યાં, તમારી યાદનું મોજું
સુખચેન તો જાશે હરાઈ, તમારા વિના, ગમે ના બીજું તો જોવું
ચડે હૈયે જ્યાં પ્રેમભરી મસ્તી તમારી, જાય બની દિલ ત્યાં ઘેલું
કાંઈક મળ્યું, કંઈક ખોયું, લાગ્યું ધ્યાન તમારું, ભાન દુનિયાનું ખોયું
જગાવ્યું દર્દ, દેજો દવા, પ્રભુ, તમારી પાસે તો બીજું શું માગું
નયનોમાં રહો, હૈયાંમાં વસો, પ્રભુ, નથી વધારે કાંઈ જોઈતું બીજું
સંબંધોની જોડાઈ છે સાંકળી આપણી એ તૂટે ના કરો કાંઈક એવું
હર હાલતમાં, રહે દિલ પાસે તો તારી, જોઈતું નથી બીજું કાંઈ વધુ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēka darda bharyuṁ dila chē pāsē, nathī pāsē tō kāṁī bījuṁ
ā vāta prabhu jagamāṁ tō, tamārā vinā bījā kōnē karuṁ
yādē yādē ūchalaśē haiyāṁmāṁ tō jyāṁ, tamārī yādanuṁ mōjuṁ
sukhacēna tō jāśē harāī, tamārā vinā, gamē nā bījuṁ tō jōvuṁ
caḍē haiyē jyāṁ prēmabharī mastī tamārī, jāya banī dila tyāṁ ghēluṁ
kāṁīka malyuṁ, kaṁīka khōyuṁ, lāgyuṁ dhyāna tamāruṁ, bhāna duniyānuṁ khōyuṁ
jagāvyuṁ darda, dējō davā, prabhu, tamārī pāsē tō bījuṁ śuṁ māguṁ
nayanōmāṁ rahō, haiyāṁmāṁ vasō, prabhu, nathī vadhārē kāṁī jōītuṁ bījuṁ
saṁbaṁdhōnī jōḍāī chē sāṁkalī āpaṇī ē tūṭē nā karō kāṁīka ēvuṁ
hara hālatamāṁ, rahē dila pāsē tō tārī, jōītuṁ nathī bījuṁ kāṁī vadhu
|