Hymn No. 7860 | Date: 11-Feb-1999
જાળવ્યું જતન કરીને તો જેને, દગો એ તો દઈ ગયું
jālavyuṁ jatana karīnē tō jēnē, dagō ē tō daī gayuṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1999-02-11
1999-02-11
1999-02-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17847
જાળવ્યું જતન કરીને તો જેને, દગો એ તો દઈ ગયું
જાળવ્યું જતન કરીને તો જેને, દગો એ તો દઈ ગયું
હતી સફર લાંબી જીવનની, કંઈક વાર બેકાબૂ બની ગયું
નાની નાની વાતોમાં જીવનમાં, લઈ બેસતું હતું એ રૂસણું
મન લાગ્યું જ્યાં એને જીવનમાં, દર્દ માયાનું ઊભું કરી ગયું
લાગી ગયું એ તો જેમાં, ઉખેડવું ત્યાંથી મુશ્કેલ બની ગયું
કોઈની નજરથી બન્યું એ ઘાયલ, એના દર્દમાં એ ખોવાઈ ગયું
ચાલ્યું ના મનને એના વિના, મધ્યબિંદુ જીવનનું એ બની ગયું
દિલ ને મન રહ્યાં પૂરક એકબીજાના, કાર્ય ઊજળું એ બની ગયું
પડયા જે વાતમાં બંને છૂટા, ઢંગધડા વિનાનું એ બની ગયું
ચાલે એક બીજાની વિરૂદ્ધ જ્યાં, જીવન મુશ્કેલ બનાવી ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jālavyuṁ jatana karīnē tō jēnē, dagō ē tō daī gayuṁ
hatī saphara lāṁbī jīvananī, kaṁīka vāra bēkābū banī gayuṁ
nānī nānī vātōmāṁ jīvanamāṁ, laī bēsatuṁ hatuṁ ē rūsaṇuṁ
mana lāgyuṁ jyāṁ ēnē jīvanamāṁ, darda māyānuṁ ūbhuṁ karī gayuṁ
lāgī gayuṁ ē tō jēmāṁ, ukhēḍavuṁ tyāṁthī muśkēla banī gayuṁ
kōīnī najarathī banyuṁ ē ghāyala, ēnā dardamāṁ ē khōvāī gayuṁ
cālyuṁ nā mananē ēnā vinā, madhyabiṁdu jīvananuṁ ē banī gayuṁ
dila nē mana rahyāṁ pūraka ēkabījānā, kārya ūjaluṁ ē banī gayuṁ
paḍayā jē vātamāṁ baṁnē chūṭā, ḍhaṁgadhaḍā vinānuṁ ē banī gayuṁ
cālē ēka bījānī virūddha jyāṁ, jīvana muśkēla banāvī gayuṁ
|
|