|
View Original |
|
ભંગારમાંથી કરવી છે ઊભી જ્યાં ઇમારત
મહેનત એ તો માંગશે, મહેનત એ તો માંગશે
પ્રેમને પહોંચાડવા શિખરે તો જીવનમાં
લખવા છે ધાર્યા ઇતિહાસ જીવનના જીવનમાં
સપનાને કરવા છે સાકાર જ્યાં જીવનમાં
વિકટ વનમાં પાડવી છે કેડી જ્યાં જીવનમાં
જીવનના કોરા કાગજમાં ચિતરવું સુંદર ચિત્ર જીવનનું
જીવનના બેસુરા સંગીતને તાલબંધ કરવું છે જીવનમાં
કાંટા કાંકરાના વનને વટાવી પહોંચવું છે સુંદર વનમાં
ઠુંઠા એ ઝાડવાને જીવનમા લીલુંછમ બનાવવા
લાખાયેલું તો હોય જે ભાગ્યમાં, મેળવવા એ જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)