|
View Original |
|
જ્યાં પણ હશું, હશું ત્યાં આપણે સાથમાં ને સાથમાં
ભરશું ના કોઈ પગલાં એવાં, કરે ઊભી જુદાઈ આપણામાં
હરેક વિચારોમાં છવાયેલા હશું, હશું છવાયેલા એકબીજામાં
હશે નજરો ભલે જુદી, રહેશું જોતાં દૃશ્યો એકબીજાનાં
હોય ધડકન ભલે જુદી, નીકળે બોલ તો એકબીજાના
સુખી કે દુઃખી હશું, હશું સુખી કે દુઃખી બંને એકસરખા
વહેતો હશે પ્રેમનો પ્રવાહ, વહેતો હશે બંને દિલમાં એકસરખો
રહેશે આકર્ષાયેલાં દિલ એકબીજા માટે તો એકસરખાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)