|
View Original |
|
દુઃખ ઊંડે દિલમાં પથરાયેલું હતું, દેખાતું ના હતું
કરવું હતું ક્યાંક ખાલી એને, એ થાતું ના હતું
બેચેની ને મૂંઝવણને વધારી તો એ દેતું હતું
વિચારો ને ભાવોમાં રહ્યો છૂપાઈ શબ્દ બની પ્રગટ થાતું ના હતું
વ્યક્ત કરવું તો કેવી રીતે ને કેમ એ સમજાતું ના હતું
કાર્ય પરથી આવતો તો ખ્યાલ પણ એ દેખાતું ના હતું
મળતું ના હતું ઠેકાણું ખાલી થવાનું કે શું એ સમજાતું ના હતું
સંગ અમારી એ પણ તો શ્વાસ લેતું તો હતું
કરું ખાલી અંતે ક્યાં કે બધે તો એ વસતું હતું
મળી ગયું એક ઠેકાણું, એક મુખડું જે સદા હસતું તો રહેતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)