|
View Original |
|
એક દિવસ એવો આવશે ને આવશે જગ છોડીને તું જાશે ને જાશે
કર્યું હશે ભેગું મહેનતથી કે બીજી રીતે એ બધું જગમાં છોડીને જાશે
બાંધીશ વેર કે બંધાઈશ તું પ્રીતમાં, ના કામ ત્યાં એ તો આવશે
એકલો આવ્યો જગમાં એકલો તું જાશે (2) …
હશે પ્રીત સાચી તારી કે અન્યની ઊંડી, શ્વાસ છૂટ્યા પછી ના સમજાશે
ઇચ્છા ને મોહના તાંતણા કરી મજબૂત એને સાથે એ લઈ જાશે
કર્યાં વ્યર્થ અભિમાન જગમાં, કર્યું જેના કાજે એ બધું છોડી જાશે
સમજ સમજીને આટલું તો સમજી જાજે, જીવનમાં જો જાગૃતિ આવી જાશે
સત્યને સમજી શકશે તો તારો બેડો પાર થઈ જાશે, નહીં તો ફેરો ફોગટ જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)