Hymn No. 9485
મનને સમજાવીને ના કામ લીધું, કડક બની ના કાબૂમાં લીધું
mananē samajāvīnē nā kāma līdhuṁ, kaḍaka banī nā kābūmāṁ līdhuṁ
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18972
મનને સમજાવીને ના કામ લીધું, કડક બની ના કાબૂમાં લીધું
મનને સમજાવીને ના કામ લીધું, કડક બની ના કાબૂમાં લીધું
મનના સેવક બનીને જીવનમાં ફરવું ને ફરવું પડયું
દુઃખનું દાઝ્યું હૈયું દિલમાં સમસમીને બેસી રહ્યું
મનની પાછળ ને પાછળ જગમાં ના એ છોડી શક્યું
શાંતિચાહક દિલ, દોડી મન પાછળ, શાંતિ ખોઈ બેઠું
લાવે ઉપાધિ મન, દિલ ચિંતા એની કરતું ને કરતું રહ્યું
અદ્ભુત સંબંધ છે બંનેના, એક કરે ભોગવે બીજું
છે સંબંધ સંકળાયેલા એવાં, એકબીજા વિના લાગે અધૂરું
એકબીજા બને જ્યાં સાચા સંગાથી, સકળ જગ જીતી શકાતું
બંને મળી જીવનને જગમાં, સુખદુઃખની ભરતી-ઓટ ધરી દેતું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મનને સમજાવીને ના કામ લીધું, કડક બની ના કાબૂમાં લીધું
મનના સેવક બનીને જીવનમાં ફરવું ને ફરવું પડયું
દુઃખનું દાઝ્યું હૈયું દિલમાં સમસમીને બેસી રહ્યું
મનની પાછળ ને પાછળ જગમાં ના એ છોડી શક્યું
શાંતિચાહક દિલ, દોડી મન પાછળ, શાંતિ ખોઈ બેઠું
લાવે ઉપાધિ મન, દિલ ચિંતા એની કરતું ને કરતું રહ્યું
અદ્ભુત સંબંધ છે બંનેના, એક કરે ભોગવે બીજું
છે સંબંધ સંકળાયેલા એવાં, એકબીજા વિના લાગે અધૂરું
એકબીજા બને જ્યાં સાચા સંગાથી, સકળ જગ જીતી શકાતું
બંને મળી જીવનને જગમાં, સુખદુઃખની ભરતી-ઓટ ધરી દેતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mananē samajāvīnē nā kāma līdhuṁ, kaḍaka banī nā kābūmāṁ līdhuṁ
mananā sēvaka banīnē jīvanamāṁ pharavuṁ nē pharavuṁ paḍayuṁ
duḥkhanuṁ dājhyuṁ haiyuṁ dilamāṁ samasamīnē bēsī rahyuṁ
mananī pāchala nē pāchala jagamāṁ nā ē chōḍī śakyuṁ
śāṁticāhaka dila, dōḍī mana pāchala, śāṁti khōī bēṭhuṁ
lāvē upādhi mana, dila ciṁtā ēnī karatuṁ nē karatuṁ rahyuṁ
adbhuta saṁbaṁdha chē baṁnēnā, ēka karē bhōgavē bījuṁ
chē saṁbaṁdha saṁkalāyēlā ēvāṁ, ēkabījā vinā lāgē adhūruṁ
ēkabījā banē jyāṁ sācā saṁgāthī, sakala jaga jītī śakātuṁ
baṁnē malī jīvananē jagamāṁ, sukhaduḥkhanī bharatī-ōṭa dharī dētuṁ
|
|