|
View Original |
|
નવ નવ તાળિયે નોરતામાં રમવા આવે જગદંબા
પહેલી તાળિયે પડકારે અસુરો તો મારી જગદંબા
બીજી તાળિયે મીટાવે માયાને, અપનાવે ભક્તોને જગદંબા
ત્રીજી તીળિયે સરળ કરે માર્ગ ભક્તોનો, કૃપાળુ જગદંબા
ચોથી તાળિયે મીટાવે પીડાને, ભક્તોની હિતકારી જગદંબા
પાંચમી તાળિયે આપે અનુપમ આશિષ, રક્ષણકારી જગદંબા
છઠ્ઠી તાળિયે રહે સાથેને સાથે, એવી તારણહારી જગદંબા
સતમીતાળિયે બને સુખદાયી એવી સુખકારી જગદંબા
આઠમી તાળિયે અષ્ઠચક્ર ભેદે, બને વરદાયિની જગદંબા
નવમી તાળિયે નવ કોઠા અજવાળે, તમે તેજસ્વીની જગદંબા
નવ નવ રાત્રિના નોરતામાં રમવા આવે મારી નવદુર્ગા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)