1993-07-18
1993-07-18
1993-07-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=315
કોઈ વાત તારી જીવનમાં મેં તો માની નથી
કોઈ વાત તારી જીવનમાં મેં તો માની નથી,
રે પ્રભુ, મારા માટે પ્રીત તને કેમ જાગી
નાચતોને નાચતો રહ્યો જીવનમાં નાચ,
રહ્યું મન મને તો જેમને જેમ નચાવી - રે...
ખાતોને ખાતો રહ્યો માર જીવનમાં, કદી થાકી,
સાચી સમજ જીવનમાં ના તોયે આવી - રે...
સુંદર માનવતન દીધું તેં મને તો આપી,
કદર ના મને તોયે એની રે જાગી - રે...
પાપનો ભંડાર છું, કરતોને કરતો રહ્યો પાપો જીવનમાં,
જોયું ના એમાં પાછું વળી - રે...
સદ્વિચારો ના ટક્યા જીવનમાં,
રહ્યો સદ્ગુણોમાં રે હું તો જીવનમાં ખાલી ને ખાલી - રે...
નામ લીધું ના તારું રે જગમાં,
કરી જીવનભર જીવનમાં તો ખોટી દોડાદોડી - રે...
કહી ના શકું કોઈ એવા વિશ્વાસે રે પ્રભુ,
લેજે જગમાં હાથ મારો તો ઝાલી - રે...
મારા જનમના ફેરા ને જગના કામમાં, ગયો તને વીસરી,
તારી જવાબદારીમાં ગયો ના મને તું ભૂલી - રે...
જાણું ના કાંઈ જગમાં બીજું કાંઈ રે પ્રભુ,
દેજે જીવનમાં સાથ તો મને આપી - રે...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કોઈ વાત તારી જીવનમાં મેં તો માની નથી,
રે પ્રભુ, મારા માટે પ્રીત તને કેમ જાગી
નાચતોને નાચતો રહ્યો જીવનમાં નાચ,
રહ્યું મન મને તો જેમને જેમ નચાવી - રે...
ખાતોને ખાતો રહ્યો માર જીવનમાં, કદી થાકી,
સાચી સમજ જીવનમાં ના તોયે આવી - રે...
સુંદર માનવતન દીધું તેં મને તો આપી,
કદર ના મને તોયે એની રે જાગી - રે...
પાપનો ભંડાર છું, કરતોને કરતો રહ્યો પાપો જીવનમાં,
જોયું ના એમાં પાછું વળી - રે...
સદ્વિચારો ના ટક્યા જીવનમાં,
રહ્યો સદ્ગુણોમાં રે હું તો જીવનમાં ખાલી ને ખાલી - રે...
નામ લીધું ના તારું રે જગમાં,
કરી જીવનભર જીવનમાં તો ખોટી દોડાદોડી - રે...
કહી ના શકું કોઈ એવા વિશ્વાસે રે પ્રભુ,
લેજે જગમાં હાથ મારો તો ઝાલી - રે...
મારા જનમના ફેરા ને જગના કામમાં, ગયો તને વીસરી,
તારી જવાબદારીમાં ગયો ના મને તું ભૂલી - રે...
જાણું ના કાંઈ જગમાં બીજું કાંઈ રે પ્રભુ,
દેજે જીવનમાં સાથ તો મને આપી - રે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kōī vāta tārī jīvanamāṁ mēṁ tō mānī nathī,
rē prabhu, mārā māṭē prīta tanē kēma jāgī
nācatōnē nācatō rahyō jīvanamāṁ nāca,
rahyuṁ mana manē tō jēmanē jēma nacāvī - rē...
khātōnē khātō rahyō māra jīvanamāṁ, kadī thākī,
sācī samaja jīvanamāṁ nā tōyē āvī - rē...
suṁdara mānavatana dīdhuṁ tēṁ manē tō āpī,
kadara nā manē tōyē ēnī rē jāgī - rē...
pāpanō bhaṁḍāra chuṁ, karatōnē karatō rahyō pāpō jīvanamāṁ,
jōyuṁ nā ēmāṁ pāchuṁ valī - rē...
sadvicārō nā ṭakyā jīvanamāṁ,
rahyō sadguṇōmāṁ rē huṁ tō jīvanamāṁ khālī nē khālī - rē...
nāma līdhuṁ nā tāruṁ rē jagamāṁ,
karī jīvanabhara jīvanamāṁ tō khōṭī dōḍādōḍī - rē...
kahī nā śakuṁ kōī ēvā viśvāsē rē prabhu,
lējē jagamāṁ hātha mārō tō jhālī - rē...
mārā janamanā phērā nē jaganā kāmamāṁ, gayō tanē vīsarī,
tārī javābadārīmāṁ gayō nā manē tuṁ bhūlī - rē...
jāṇuṁ nā kāṁī jagamāṁ bījuṁ kāṁī rē prabhu,
dējē jīvanamāṁ sātha tō manē āpī - rē...
|