1994-04-18
1994-04-18
1994-04-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=711
ખોઈ સ્વતંત્રતા જીવનમાં તો જેણે, એ તો ગુલામ ને ગુલામ બની ગયા

કરવા નીકળ્યા સવારી મન પર, મનના નચાવ્યા એ તો નાચી રહ્યા
હાંકી બડાશ હિંમતની ઘણી ઘણી, જીવનજંગમાં હિંમત એ તો હારી ગયા
પ્રભુના ગુણોની જીવનમાં કરી ઉપેક્ષા, અવગુણોમાં તો એ રાચી રહ્યા
ખોટા ને ખોટા વિચારોમાં રાચી, પીળા ચળકાટને તો એ સોનું સમજતા રહ્યા
સાથ મળ્યા ને સાથ તૂટયા જીવનમાં, સરવાળા ને બાદબાકી એના થાતાં રહ્યા
જીવનમાં સાચા સુખને ના સમજી શક્યા, દુઃખી ને દુઃખી એમાં થાતા રહ્યા
અટક્યા ન ખોટી રાહે જીવનમાં, જીવનમાં તો અટવાતા ને અટવાતા રહ્યા
એક મૂકે પ્રશ્ન, બીજો ત્યાં સળગે જીવનમાં, એમાં ને એમાં એ ગૂંચવાતા રહ્યા
મુક્તિના યત્નો રહી ગયા અભરાઈ ઉપર, ગુલામીની બેડીમાં જકડાઈ રહ્યા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
khōī svataṁtratā jīvanamāṁ tō jēṇē, ē tō gulāma nē gulāma banī gayā
karavā nīkalyā savārī mana para, mananā nacāvyā ē tō nācī rahyā
hāṁkī baḍāśa hiṁmatanī ghaṇī ghaṇī, jīvanajaṁgamāṁ hiṁmata ē tō hārī gayā
prabhunā guṇōnī jīvanamāṁ karī upēkṣā, avaguṇōmāṁ tō ē rācī rahyā
khōṭā nē khōṭā vicārōmāṁ rācī, pīlā calakāṭanē tō ē sōnuṁ samajatā rahyā
sātha malyā nē sātha tūṭayā jīvanamāṁ, saravālā nē bādabākī ēnā thātāṁ rahyā
jīvanamāṁ sācā sukhanē nā samajī śakyā, duḥkhī nē duḥkhī ēmāṁ thātā rahyā
aṭakyā na khōṭī rāhē jīvanamāṁ, jīvanamāṁ tō aṭavātā nē aṭavātā rahyā
ēka mūkē praśna, bījō tyāṁ salagē jīvanamāṁ, ēmāṁ nē ēmāṁ ē gūṁcavātā rahyā
muktinā yatnō rahī gayā abharāī upara, gulāmīnī bēḍīmāṁ jakaḍāī rahyā
|
|