Hymn No. 6456 | Date: 08-Nov-1996
દિ દુનિયાના દર્દ છે ન્યારા, પ્રભુજી તમે તો છો મારા દર્દને જાણનારા
di duniyānā darda chē nyārā, prabhujī tamē tō chō mārā dardanē jāṇanārā
પ્રકૃતિ, લીલા (Nature, Gods play)
1996-11-08
1996-11-08
1996-11-08
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12445
દિ દુનિયાના દર્દ છે ન્યારા, પ્રભુજી તમે તો છો મારા દર્દને જાણનારા
દિ દુનિયાના દર્દ છે ન્યારા, પ્રભુજી તમે તો છો મારા દર્દને જાણનારા
જર, જમીન, ઝવેરાત, બન્યા ના જીવનમાં એ તો લોભ જગાડનારા
રાત દિવસ રહો છો સાથને સાથે, નથી કાંઈ મારા દર્દથી અજાણ્યા રહેનારા
કર્યા જ્યારે જ્યારે યાદ તમને પ્રભુ, બન્યા ત્યારે તમે વહારે દોડનારા
કર્યા કર્મો જગમાં ભલે અમે, રહ્યાં તમે તો એના રે ફળ દેનારા
રચી માયા એવી તમે, રાખી દોર પાસે તમારી, બન્યા અમને એમાં બાંધનારા
પ્રેમ તણી છે ધારા તમારી, આપી નવચેતના, રહો છો તમે પ્રેમ પાનારા
જે બન્યા તમારા, બન્યા સદા તમે એના, રહો વ્યવહાર કદી ના ચૂકનારા
સુખ દુઃખના ત્રાજવે, સહુના કર્મો તોલ્યા, ઓછું વધુ ના તમે તો જોખનારા
દર્દ જગાડયું જીવનમાં જ્યાં તમે, બનો તમે હવે, દવા દેનારા, દર્દ દૂર કરનારા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
di duniyānā darda chē nyārā, prabhujī tamē tō chō mārā dardanē jāṇanārā
jara, jamīna, jhavērāta, banyā nā jīvanamāṁ ē tō lōbha jagāḍanārā
rāta divasa rahō chō sāthanē sāthē, nathī kāṁī mārā dardathī ajāṇyā rahēnārā
karyā jyārē jyārē yāda tamanē prabhu, banyā tyārē tamē vahārē dōḍanārā
karyā karmō jagamāṁ bhalē amē, rahyāṁ tamē tō ēnā rē phala dēnārā
racī māyā ēvī tamē, rākhī dōra pāsē tamārī, banyā amanē ēmāṁ bāṁdhanārā
prēma taṇī chē dhārā tamārī, āpī navacētanā, rahō chō tamē prēma pānārā
jē banyā tamārā, banyā sadā tamē ēnā, rahō vyavahāra kadī nā cūkanārā
sukha duḥkhanā trājavē, sahunā karmō tōlyā, ōchuṁ vadhu nā tamē tō jōkhanārā
darda jagāḍayuṁ jīvanamāṁ jyāṁ tamē, banō tamē havē, davā dēnārā, darda dūra karanārā
|