|
View Original |
|
છે જંગ ચાલું મારો ને મારો, મારી અંદર એ ચાલુ છે
છે કોઈના જોઈ શકે, જંગ તોય મારી અંદર ચાલુ છે
હાર જીતના પાસા નિત્ય એમાં બદલાતા જાય છે
કદી મસ્ત બનું જીવનમાં કદી હાર ગમગીન બનાવે છે
ના રક્તની ધારા વહે, ના દેખાય હથિયારો જંગ ચાલું છે
છે અદૃશ્ય ફોજ સામસામી, જંગ મારી અંદર ચાલું છે
જંગ રોકાયો નથી, જંગ તો અંદર ચાલુ ને ચાલુ છે
શાંતિ ધૂળ બની રહી છે ઉડી જીવનમાં એ દેખાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)