|
View Original |
|
આગળ ને આગળ પાછળ ને પાછળ ને સાથે ને સાથે
તારાં ને તારાં કર્મો તો છે તારી આગળ-પાછળ ને સાથે ને સાથે
રહ્યો છે ને મળશે સદા તારાં ને તારાં કર્મોનો સથવારો
અન્યનાં કર્મોનો સથવારો નથી કાંઈ એ કામ આવવાનો
તારાં કર્યાં પડશે ભોગવવાં તારે, એમાંથી નથી છટકી શકવાનો
અદ્ભુત છે કર્મોની રચના, દે છે ફળ કરનારને ના એ બીજાને
ગમે કે ના ગમે કાઢજે ના દોષ, બીજાનો છે દોષ તો એ પોતાનો
ફળને કાંઈ આંખ નથી હોતી, આંખ મીંચી કરે છે કર્મો તો શાને
આવશે ફળ તારી ને તારી પાસે, નથી એમાંથી છટકી શકવાનો
આગળ ને પાછળ, સાથે ને સાથે છે તને તારાં કર્મોનો સથવારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)