|
View Original |
|
સાંભળી ના શકે જે ખુદના અંતરના અવાજ
બીજાના અંતરની વાતો ક્યાંથી સાંભળી શકે
કરી ના શકે દૂર જે ખુદના અંતરના ઘોંઘાટ
ખુદની વાત ક્યાંથી એ સાંભળી શકે
કરી ના શકે દૂર જે ખુદના અંતરના ઘોંઘાટ
ખુદના અંતરનો પ્રવાસ ક્યાંથી કરી શકે
છે હાથમાં તો ચાવી જેની તો પોતાની પાસ
કરવા ઉપયોગ કરે હૈયામાં ખચકાટ
આવે જાગે ને અનેક તેજબિંદુઓ તો જ્યાં
ઝીલવો એને કોનો રે પ્રકાશ
ખોઈ બેસે જે ઝીલવા ખુદના અંતરનો પ્રકાશ
ઝીલી શકશે ક્યાંથી બીજાના અંતરનો પ્રકાશ
સમજી ના શક્યા કે જોઈ ના શક્યા, અટકાવે છે કોઈ એને
જોઈ શકશે કે સાંભળી શકશે ક્યાથી અંતરનો અવાજ
અનુભવી નથી જેણે એક્તા બીજાના અંતરનો સાદ
ક્યાંથી સાંભળી શકશે બીજાના અંતરના ઘોંઘાટ
ઘોંઘાટ છે ફેલાયેલો ખુદના ને અન્યના અંતરમાં સાથો સાથ
દૂર કર્યાં વિના એને સાંભળી કે જોઈ શકશે ક્યાંથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)